તાડેપલ્લીગુડેમ: આંધ્ર પ્રદેશમાં એક પિતાએ કથિત રીતે પોતાના બાળકોની હત્યા કરી દીધી કારણ કે અપર કિન્ડરગાર્ટન (UKG) અને ધોરણ 1માં ભણતા બાળકોને અભ્યાસમાં રસ નહોતો.
પોલીસના જણાવ્યા અનુસાર, ખાનગી કંપનીમાં કામ કરતા 35 વર્ષીય વનપલ્લી ચંદ્ર કિશોરે બંને બાળકોને પાણીમાં ડુબાડીને મારી નાખ્યા અને પછી પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. શરૂઆતની તપાસમાં પોલીસને ઘરમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં મૃતકે પુત્રોના નબળા શૈક્ષણિક દેખાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, તેને ડર હતો કે ભવિષ્યમાં તેના પુત્રો સ્પર્ધાનો સામનો કરી શકશે નહીં.
અહેવાલો અનુસાર, મૂળ પશ્ચિમ ગોદાવરી જિલ્લાના તાડેપલ્લીગુડેમના રહેવાસી મૃતક વનપલ્લી ચંદ્ર કિશોર પુત્રોના શિક્ષણને લઈને ચિંતિત હતો. તેમણે યુકેજી અને પહેલાં ધોરણમાં ભણતા બાળકોની શાળા પણ બદલી હતી. તેમને આશા હતી કે નવી શાળા તેમના બંને પુત્રોના શિક્ષણ સ્તરમાં સુધારો કરશે.ઘટના અંગે માહિતી આપતાં સ્થાનિક પોલીસ અધિકારી બી પેદ્દીરાજુએ જણાવ્યું હતું કે, 'મૃતક તેની પત્ની અને બાળકો સાથે ઓફિસ હોળી પાર્ટીમાં હાજરી આપવા ગયો હતો.આ દરમિયાન તેમણે પત્નીને કહ્યું કે બાળકો માટે યુનિફોર્મ લઈને પાછો આવે ત્યાં સુધી તું ઓફિસમાં જ રહેજે. પત્નીને આશ્વાસન આપ્યા પછી, તે બાળકો સાથે ઘરે આવ્યો અને પછી તેણે 6 અને 7 વર્ષના પુત્રોને દોરડાથી બાંધીને પાણીથી ભરેલી અલગ ડોલમાં ઊંધી ડુબાડી દીધી. ત્યારબાદ પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.'
Reporter: admin







