વડોદરા: શહેરના સમતા વિસ્તારમાં આવેલું ૩૫ વર્ષ જૂનું સુર્યકિરણ હાઉસિંગ બોર્ડ બિલ્ડિંગ મોડી રાત્રે દુર્ઘટનાગ્રસ્ત બન્યું, જ્યારે તેના પ્રથમ બ્લોકનો ગ્રાઉન્ડ ફ્લોરનો ભાગ અચાનક જમીનદોસ્ત થયો.

આ બિલ્ડિંગના પ્રથમ માળ પર રહેતા રમેશભાઈ અગ્રવાલએ ત્વરિત પગલાં લેતાં તેમના પરિવારજનો સહિત તમામને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધો.મળતી માહિતી મુજબ, છેલ્લા ચાર દિવસથી ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાન (શોરૂમ) બનાવવા માટે ડ્રિલ મશીનથી કામ ચાલી રહ્યું હતું. રમેશભાઈએ કામના અવાજ અને જર્જરિત સ્થિતિની ફરિયાદ પણ કરી હતી, પરંતુ દુકાનના માલિક અને કોન્ટ્રેક્ટરે ફરિયાદને અવગણતા કામ ચાલુ રાખ્યું હતું.

આમ, અચાનક થયેલી દુર્ઘટના પાછળ રાહવાસીઓ દુકાનદારોની બેદરકારીને કારણભૂત માની રહ્યા છે.હકીકત એ છે કે, રહેણાંક ઈમારતમાં કાયદેસર પરવાનગી વિના કોમર્શિયલ ઉપયોગ માટેનો ફેરફાર જોખમી સાબિત થઈ શકે છે. હાલ આ ઘટનાને લઈને સ્થાનિકો ગુસ્સામાં છે અને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. સદનસીબે કોઈ જાનહાની ની ઘટનાં બની નહોતી, પરંતુ રહેણાક ધારકો ઘર વિહોણી બની છે.


Reporter: admin







