મહિલા અને બાળ અધિકારીની કચેરી વડોદરા દ્વારા વાઘોડિયા ખાતે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ૧૫૦ જેટલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. મહિલાઓને મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે વ્હાલી દિકરી યોજના,ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના,ગંગા સ્વરૂપ પુનઃ લગ્ન યોજના, મહિલા સ્વાવલંબન યોજના તેમજ વિવિધ મહિલાલક્ષી કાયદાઓ વિશે ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન(DHEW )ના કર્મચારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Reporter: admin







