વડોદરા:શહેર ખંડેરાવ મંદિર ખાતે મહારાષ્ટ્ર સમાજની મહિલાઓ દ્વારા ગુડીની પૂજા કરી ગુડી પાડવાની ઉજવણી કરવામાં આવી હતી.

આપણે જાણીએ છીએ કે ભગવાન રામ ચૌદ વર્ષના વનવાસ માટે ગયાં હતા, જે દશરથના વચનનું પાલન કરવા માટે તેમણે સ્વીકાર્યું હતું. કઈંકયીના વરદાનને કારણે રામજીએ રાજગાદી છોડીને વનમાં પ્રવેશ કર્યો. જ્યારે રામ 14 વર્ષ બાદ અયોધ્યા પરત ફર્યા, ત્યારે પ્રજાજનોએ તેમના આગમનનો ભવ્ય ઉત્સવ ઊજવ્યો. આ પ્રસંગે તેઓએ પોતાના ઘર પર ગુડી (ધ્વજ) ઊંચો રાખીને આનંદ વ્યક્ત કર્યો. જેને લઈ મહારાષ્ટ્રીયન સમાજમાં ગુડી પાડવા એક પ્રાચીન હિંદુ તહેવાર છે, જે હિંદુ પંચાંગ મુજબ ચૈત્ર માસના પ્રથમ દિવસે (ચૈત્ર શુક્લ પ્રતિપદા) ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં આ તહેવાર ખૂબ ઉત્સાહથી ઉજવાય છે. આ દિવસે હિંદુ નવવર્ષની શરૂઆત થાય છે, તેથી તે એક શુભ દિવસ માનવામાં આવે છે.

ગુડી પાડવા નવા વર્ષની શરૂઆત દર્શાવે છે, જે નવા સંકલ્પો અને નવી શરૂઆત માટે શ્રેષ્ઠ દિવસ છે. ગુડી (ધ્વજ) એક વિજયનું પ્રતીક છે, જે ભગવાન રામના લંકા વિજય અને શાલિવાહન વંશની વિજયગાથાને યાદ અપાવે છે. ગુડી પાડવા માત્ર એક તહેવાર નથી, પણ એ એક સંસ્કૃતિનું પ્રતીક છે, જે હર્ષ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. નવું વર્ષ એક નવી ઉર્જા અને આનંદ સાથે જીવવા માટેનો સંદેશ આપે છે. આ તહેવાર માત્ર મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારત સુધી મર્યાદિત નથી, પણ તે સમગ્ર હિંદુ સમાજ માટે મહત્વપૂર્ણ તહેવાર છે. ત્યારે વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્ર સમાજ દ્વારા ગુડી પાડવાની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે વડોદરા શહેર આરવી દેસાઈ રોડ ખાતે આવેલ ખંડોબા ભગવાનના મંદિર ખાતે મહારાષ્ટ્ર સમાજની મહિલાઓ દ્વારા ગુડી ની પૂજા કરવામાં આવી હતી સાથે ગુડી પાડવાની ઉજવણી કરવામા આવી હતી.



Reporter: admin







