સાવલી નગર પાલિકામાં પાણી માટે મહિલાઓનો હોબાળો

15 દિવસથી પાણી ન મળતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો. નગર પાલિકા કચેરી ખાતે મહિલાઓએ કરી ધારદાર રજૂઆત. હર ઘર જળ યોજના છતાં પાણી માટે વલખા મારવાની નોબત આવે છે. અનેક રજૂઆતો છતાં પાણી પુરવઠો સુધર્યો નહીં એવા આક્ષેપ સ્થાનિક મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા.

તાત્કાલિક પાણી વ્યવસ્થા ન સુધરે તો ઉગ્ર આંદોલનની ચેતવણી આપવામાં આવી. નગર પાલિકા પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું કે ચાર માર્ગીય રસ્તામાં પાઇપ લાઇન તૂટી છે રિપેર કરી જલ્દી પાણી આપવામાં આવશે


Reporter: admin







