વડોદરાના પૂર્વ કમિશનર રાણાજી, વડોદરાનો એટલો બધો વિકાસ કરીને ગયા છે કે શહેરના 15 મહિલા કાઉન્સિલરો અને અન્યને તેમનો વિરહ સતાવી રહ્યો છે.

22 કોર્પોરેટરો રાણાજીને મળવા તેમની ગાંધીનગરની કચેરીએ પહોંચી ગયા હતા! રાણાજીના રાજમાં શહેરનો કેટલો વિકાસ થયો તે તો પ્રજા જાણે જ છે પણ પ્રજાના પ્રતિનિધીઓનો પણ કેટલો વિકાસ થયો છે તે પણ પ્રજા જાણે જ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાગ બટાઈ વગર વહીવટ ચાલે જ નહીં,તે સૌ કોઈ જાણે છે.જુની ભાગબટાઈની યાદો તાજી કરવા કાઉન્સિલરો રાણાજીને મળ્યા હશે.
રાણાજી વડોદરામાં હતા ત્યારે હાથમાં નાડાછડી બાંધતા. ગાંધીનગરમાં એમના હાથમાં સોનાનું કડું અને બીજા હાથમાં વીંટી જોવા મળે છે !! આને કહેવાય વિકાસ
Reporter: admin







