વડોદરા શહેર સ્માર્ટ સિટીના નામે અધિકારીઓ વાહ વાહ લૂંટી રહ્યા છે અને રાહદારીઓ અકસ્માતના ભોગ બની રહ્યા છે ત્યારે વડોદરા શહેર રાવપુરા કોઠી ચાર રસ્તા પાસે ખાડાના કારણે મહિલા ને માથાના ભાગે ઇજા પહોંચી.

મ્યુનિસિપલ કમિશનર એ થોડાક દિવસો પહેલા જાહેરાત કરી હતી કે વડોદરા શહેરના તમામ માર્ગો પર પડેલા ખાડાને રીપેરીંગ કરવામાં આવશે પરંતુ અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરનો આદેશ ગોળી ને પી ગયા હોય એમ લાગી રહ્યું છે.

રાવપુરા વિસ્તારમાં આવેલ કોઠી ચાર રસ્તા પાસે છેલ્લા ઘણા સમયથી પડેલા ખાડાના કારણે અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે ત્યારે આજે સિનિયર સિટીઝન ત્યાંથી પસાર થતા દ્વિ ચકીય વાહન ખાડામાં પડતા વૃધ્ધ દંપતિ મહિલા નીચે પડતા માથાના ભાગે ઇજા પહોંચી હતી અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા




Reporter: admin







