વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં શ્રીનાથ પેટ્રોલ પંપ તરફથી રામદેવ ચાલી તરફ જતા મુખ્ય માર્ગ પર ડ્રેનેજનું ઢાંકણું ખુલ્લું છે.
અંદરથી જોતા તેમાં ગુફા બની ગઇ હોય તેમ જણાઇ આવે છે. ડ્રેનેજના પાણીનો નિકાલ નહી થતા ગટરની અંદરનો ભાગ બેસી જવા પામ્યો છે. અને પોલું થઇ ગયું છે. ડ્રેનેજના પાણીનો નિકાલ નહી થવાના કારણે માટી ધસીગઇ હોવાનો પ્રાથમિક અંદાજ સેવાઇ રહ્યો છે. વડોદરામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ભૂવા પડવા, રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે.
આજે કારેલીબાગ વિસ્તારના મુખ્ય માર્ગ પર ડ્રેનેજની અંદરનો ભાગ બેસી ગયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં સામાજીક કાર્યકર દ્વારા ગટર ગુફા બની હોવાનું જણાવવામાં આવ્યું છે. જો સમયસર કામગીરી નહી કરે તો આખું ભારદારી વાહન તેમાં ગરકાવ થઇ શકે તેવો આરોપ મુકવામાં આવ્યો છે. બીજી તરફ આ પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.શિતલ મિસ્ત્રીનો વોર્ડ લાગતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
Reporter: News Plus