વડોદરા : શહેરમાં ગત તા. 26મી ઓગષ્ટના રોજ આવેલા ભયાનક પૂરમાં પ્રજા હેરાન પરેશાન અને મુશ્કેલીમાં હતી, ત્યારે ભાજપના કોઇ નેતા ફરક્યાં શુધ્ધા નહીં. તેમજ તેમને તંત્ર તરફથી કોઇ સંતોષકાર મદદ મળી ન હતી. તેવામાં હવે જ્યારે પૂરના પાણી ઓસરી ગયા છે, ત્યારે ભાજપના નેતાઓ પ્રજાના રોષનો સામનો કરી રહ્યાં છે. તેવામાં ચેરમેને આપેલા નિવેદનથી ભારે વિવાદ સર્જાતા હવે, વડોદરાની પ્રજાને જાણે તંત્ર પર વિશ્વાસ ન રહ્યો તેવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.
વડોદરા મહાનગર પાલિકાના સ્ટેડીંગ ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ ત્રણ દિવસ અગાઉ એક નિવેદન કર્યું હતુ. જેમાં તેમણે કહ્યું હતુ કે, હવે આપણે ભારે વરસાદ સાથે રહેવાની ટેવ પાડી લેવી પડશે, આપણે ઘરમાં કે સોસાયટીમાં બોટ, તરાપા, દોરડા, ટ્યૂબ તથા ઇમર્જન્સી લાઇટ જેવી પ્રાથમિક વસ્તુઓ વસાવી લેવી જોઇએ. ચેરમેનના આ નિવેદન બાદ જાણે તેમણે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હોય તેમ લોકોમાં ભડકો થયો અને ભારે વિવાદ સર્જાયો હતો.
જે બાદ ડો. શીતલ મિસ્ત્રીએ તેમને આપેલા નિવેદન અંગે દિલગીરી પણ વ્યક્ત કરી લીધી હતી. પરંતુ વડોદરાની પ્રજા હેવ આત્મનિર્ભર બનાવ તરફ પ્રયાણ કરી રહીં હોય તેવું લાગી રહ્યું છે.
આજે મૂજમહુડા રોડ પર આવેલી સામ્રાજ્ય સોસા.માં રહેતા ચિરાગ બ્રહ્મભટ્ટ તેમની પત્નીનું મંગળસૂત્ર, વિટી લઇ એક ખાનગી ફાઇનાન્સ કંપનીમાં લોન લેવા માટે પહોંચ્યાં હતા. આ લોકો ગમે ત્યારે પાણી છોડે દે છે, નોકરી ધંધો પૂરના કારણે ઠપ્પ થઇ ગયો છે, રૂપિયાની આવક છે નહીં, સોનુ બચ્યું છે તો હવે સાહેબે કીધું છે, એમ બોટ, ટ્યૂબ ખરીદવા માટે પત્નીનું મંગળસૂત્ર, વિટી અને મારી વિટી ગીરવે મૂકી ગોલ્ડ લોન લેવા માટે આવ્યો છું અને ડો. શીતલ મિસ્ત્રીએ જે કહ્યું તેમાં કંઇ ખોટું નથી.
Reporter: