ધમઁના નામે મફત જાહેરાત કરીને કમાણી કરતા અને શહેરની શોભા બગાડતા આવા શુભેચ્છકો સામે કેમ કોઇ પગલા નહિ અને પ્રતિબંધ કેમ નહિ? અત્રે ઉલ્લેખનીય છે કે શહેર આખુ હોર્ડિંગ્સ માફિયા ના હવાલે કરી દેવાયું હતું પરંતુ મીડિયા ની જાગૃતિ ના કારણે હોડીંગ્સ માફિયા પર લગભગ બ્રેક વાગી ગઈ છે.
પરંતુ હજુ પણ મફત મા પોતાની જાહેરાત કરતા ઘાર્મિક ઘર્મગુરુઓ ની સામે પગલાં ભરતા પાલિકા નું તંત્ર કેમ અચકાઈ રહીયુ છે. તેની સામે અનેક સવાલો ઉભા થયા છે. શહેર ની સુંદરતા ને બગાડવાનો પ્રયત્ન કરનાર તમામ લોકો સામે પગલાં ફરવાની ફરજ પાલિકા તંત્રની છે. એવું પણ કહેવાય છે. કે રાજકીય નેતાઓની છત્રછાયા હેઠળ આવા હોર્ડિંગ્સ લાગતા હોય છે. જે તાત્કાલિક હટાવી દેવા જોઈએ.
Reporter: