વડોદરા : શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં હાલ વિવિધ ફેકલ્ટીઓમાં ડે સેલિબ્રેશન ચાલી રહ્યા છે

ત્યારે યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીમાં છેલ્લા એક અઠવાડિયાથી વિદ્યાર્થીઓ યુથ ડે મનાવી રહ્યા છે, ત્યારે આજે સિગ્નેચર ડે હતો.અને તેમાં પણ વિદ્યાર્થીનીઓ સિગ્નેચર ડે મનાવતા મનાવતા ચોધારે આંસુ રડી પડ્યા હતા. તેનું એકમાત્ર કારણ કે આ તમામ વિદ્યાર્થીનીઓ છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે અને આગળની લાઇફમાં આ જ બધા ફ્રેન્ડ્સ મળશે કે કેમ તે ચિંતાને લઈને વિદ્યાર્થીનીઓ રડી પડ્યા હતા.

આ સાથે જ છેલ્લા દિવસે એક સંકલ્પ પણ કર્યો કે ભલે ભવિષ્યમાં જુદી જુદી જગ્યાએ વિવિધ કોર્સમાં અભ્યાસ કરશે કે પછી પોતાની લાઈફ બનાવામાં વ્યસ્ત થઈ જશે પરંતુ મિત્ર છે એટલે મળવાનું તો રાખશે જ, ત્યારે ચોક્કસ ઘણા વર્ષો બાદ આવો મિત્રતાનો પ્રેમ યુનિવર્સિટીમાં જોવા મળ્યો..!




Reporter: admin