સુરત:માંડવીના બાળકને મારનાર દીપડો ઝંખવાવ સેન્ટરમાં પ્રથમ આજીવન કેદી બન્યો છે. સુરત જિલ્લામાં છેલ્લાં 6 માસમાં દીપડા દ્વારા લોકો પર જીવલેણની 3 ઘટનાઓ બની છે.
જેમાં થોડાક સમય પૂર્વે માંડવીમાં માનવભક્ષી દીપડાએ ખેતમજૂરના એક સાત વર્ષીય બાળકને ઉપાડી જઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો. માંડવી વન વિભાગે 11 કલાક સુધી શોધખોળ કરીને દીપડાને પાંજરે પૂર્યો હતો. દીપડો માનવભક્ષી હોવાનું સાબિત થયાં તેને ઝંખવાવ ખાતે શરૂ કરાયેલા પ્રથમ રિહેબિલિટેશન સેન્ટરમાં મૂકાયો છે. આમ ઉશ્કેર રિહેબિલિટેશન સેન્ટરનો આ દીપડો પ્રથમ કેદી બન્યો છે.
ઝંખવાવ ખાતે હિંસક પ્રાણીઓ માટે પુનઃવસન કેન્દ્રની શરૂઆત બાદ કોઈ પ્રાણીને આ પ્રમાણે રાખવાની આ પ્રથમ ઘટના છે. ડીએફઓ આનંદ કુમારે જણાવ્યું હતું કે દીપડાને જો ફરી છોડવામાં આવે તો તે ફરી માનવ પર હુમલો કરી શકે છે. તેથી આવા દીપડાને અહીં જ આજીવન રખાશે. પુનઃવસન કેન્દ્રમાં માનવભક્ષી દીપડાને અંત સુધી રાખવાની વ્યવસ્થા છે.
Reporter: admin