ગૌરવ પથ રોડ બાબતે પાલિકાએ એક -બે નહી આઠ નોટિસ કોન્ટ્રાકટરને આપી છતા કાર્યવાહીના નામે મીંડું...

શહેરમાં ગૌરવ પથ બનાવવામાં ભારે ભ્રષ્ટાચાર આચરવામાં વિવાદીત બનેલા સૌરભ બિલ્ડર્સને કોર્પોરેશન દ્વારા એક બે નહી પણ 8 નોટિસ અપાઇ છે અને છતાં તેને બ્લેક લિસ્ટ કરીને તેને અપાયેલા કોન્ટ્રાક્ટર રદ કરાતા નથી. પાલિકા તંત્ર હજું કેટલી રાહ જુવે છે તે સમજાતું નથી. રસ્તા બનાવામાં ભ્રષ્ટાચાર કરવામાં માહેર સૌરભ બિલ્ડર્સે એટલી હલકી ગુણવત્તાની કામગિરી કરી છે કે તેની સામે ગુનો દાખલ થવો જોઇએ તેવી માગ ઉઠી રહી છે. શહેરના છાણી જકાતનાકાથી છાણી ગામ સુધી બનાવવામાં આવેલા ગૌરવ પથ બનાવવામાં કોન્ટ્રાક્ટર સૌરભ બિલ્ડર્સ દ્વારા બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ગૌરવ પથનો રોડ હલકી કક્ષાનો બનાવીને બેફામ ભ્રષ્ટાચાર કરનારા સૌરભ બિલ્ડર્સને 8 નોટિસ આપીને શાસકોએ સંતોષ માની લીધો છે પણ તેને બ્લેક લિસ્ટ કરવાનું કડક પગલું અધિકારીઓ અને પદાધિકારીઓ લઇ શકતા નથી અને તેથી જ શંકા જાય છે કે સૌરભ બિલ્ડર પર કોઇના આશિર્વાદ છે. સવાલ એ છે કે 8 નોટિસો મેળવનારા સૌરભ બિલ્ડર્સ સામે કમિશનરે હજું તપાસના આદેશો પણ આપ્યા છે કે કેમ સૌરભ બિલ્ડરે પ્રજાના પૈસાનો વેડફાટ કરીને પોતાના ગજવા ભર્યા છે છતાં તેની સામે પગલાં ભરવામાં કોર્પોરેશનના શાસકો ખચકાટ અનુભવી રહ્યા છે.

ખરેખર તો તેની સામે ફરિયાદ દાખલ થવી જોઇએ પણ છતાં તેને ઉત્તર ઝોનમાં કરોડોના કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યા છે અને તેને છાવરી લેવામાં આવે છે. સૌરભ બિલ્ડર્સને નોર્થ ઝોનનો 30 કરોડનો વર્કનો ઈજારો અપાયો છે અને તેમાં અત્યાર સુધી 15.89કરોડના વર્ક ઓર્ડર આપેલા છે. સૌરભ બિલ્ડર્સને ગૌરવ પથનો 21.40 કરોડના ગૌરવ પથનો ઇજારો અપાયો છે પણ આમ છતાં તેણે તો હલકી કામગિરી કરી છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ગૌરવ પથના નામે કરોડો રુપિયાના ખર્ચે મોડલ રોડ બનાવામાં આવી રહ્યા છે અને આ રીતે છાણી જકાતનાકાથી છાણી ગામ સુધીના રસ્તાને પણ ગૌરવ પથ તરીકે ડેવલપ કરાયો હતો. આ કામગિરી સૌરભ બિલ્ડર નામના ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને અપાઇ હતી પણ સૌરભ બિલ્ડરે ગૌરવ પથ બનાવામાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે. 21 કરોડના ખર્ચે બનાવાયેલો આ ગૌરવ પથ હલકી કામગિરીના કારણે હાલ સામાન્ય ગરમીમાં પણ પીગળી રહ્યો છે. ગૌરવ પથનો ડામર પીગળી રહ્યો છે અને તે જ ચાડી ખાય છે કે સૌરભ બિલ્ડરે કેવી ગુણવત્તા વગરની કરી છે. કોન્ટ્રાક્ટર સૌરભ બિલ્ડર્સે તકલાદી કામ કર્યું છે. લાકડીથી પણ ગૌરવ પથનો ડામર ઉખડી રહ્યો છે. હવે સવાલ એ થાય છે કે બેદરકાર કોન્ટ્રાક્ટર પર કોના આશીર્વાદ.છે. આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓ જ છાવરી રહ્યા છે. ખરેખર તો સૌરભ બિલ્ડર્સને કાયમી બ્લેક લિસ્ટ કરી દેવો જોઇએપણ તેના પદલે માત્ર નોટિસ આપીને જ સંતોષ મનાઇ રહ્યો છે. આવી ભ્રષ્ટ કામગિરી કરનારા સામે તો પોલિસ ફરિયાદ કરવી જોઇએ પણ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ જ તેને છાવરે છે.

Reporter: admin