ટ્રાન્સપોર્ટમાં બિયરનો જથ્થો મંગાવવાના ગુનામાં 13 વર્ષથી ફરાર રહેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.
ક્રાઇમબ્રાન્ચે બાતમીના આધારે વસંત બાબુરાવ કદમ (રહે, વિશાલનગર, તરસાલી)ને હાલોલ રોડ પરના જરોદ ખાતે આવેલા અક્ષર એપાર્ટમેન્ટમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે 2012 ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ફર્ટીલાઇઝર કંપનીના ગેટ સામે ટ્રાન્સપોર્ટનગર ખાતે રાણજી પેરાજ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં રવિ પેકેજીંગ નામ લખેલ પાર્સલમાં બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
પોલીસે 20 પાર્સલમાંથી બિયરના 950 ટીન કબજે કર્યા હતા. તપાસમાં આ બિયરનો જથ્થો દમણથી આવેલો હોવાનું અને આ પાર્સલ છોડાવવા માટે વસંત કદમ આવવાનો હતો પણ વસંત કદમ પાર્સલ લેવા આવ્યો ન હતો અને ફરાર થઇ ગયો હતો. પોલીસથી બચવા માટે તે નાસિક અને ધુલીયા જતો રહ્યો હતો અને પરિચીતને મળવા માટે જરોદ આવતા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
Reporter: admin