મહાનગરપાલિકા દ્વારા છાણી ગામમાં આવેલ તળાવ નજીક મુતરડી બનાવવાનું કામ શરૂ થતાં જ સ્થાનિકો તેમજ છાણી ગામ ધર્માદા ખાતુંના લોકો દ્વારા વિરોધ નોંધાવ્યો છે.
ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે શહેરમાં ઠેરઠેર રોડ ઉપર ખાડા પડી ગયા છે. તો એ ખાડા નથી રીપેર થતા ને વડોદરા મહાનગરપાલિકા એ વોર્ડ 1 નગરસેવક હરિશ પટેલ સૂચનથી છાણી ગામ આવેલ તળાવ પાસે એક નવીન મુતરડી બનાવવા જઈ રહી.છે જેને લઈ સ્થાનિક રહીશો તેમજ છાણી ગામ ધર્માદા ખાતું દ્વારા વિરોધ નોંધાવ્યો હતો .સ્થાનિકો કહી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા અહીં મુતરડી બનાવવા જઈ રહ્યું છે પરંતુ અમે છેલ્લા 50 વર્ષ પહેલાં થી રહીએ છે અમારા આવા જવાનો એક જ રસ્તો છે જેથી અમારી માં બહેન દીકરીઓ ને કોઈ છેડતી કરશે તો તેની જવાબદારી કોની? શું કોર્પોરેશન આ જવાબદારી લેશે? સ્થાનિકો એ કોર્પોરેશન માં વારંવાર રજુઆત કરવામાં આવી હતી આ રજુઆત ની જાણ સ્થાનિક નગરસેવક ને થતા તેઓ દ્વારા સ્થાનિકો ને થતા ધાક ધમકી પણ આપવામાં આવી હતી.
આ મુતરડી બનશે તો રોગચાળો ફેલાશે સાથે અહીં કચરો લોકો નાખી જાય છે તો પણ ગંદકી ફેલાય છે તો આ મુતરડી બનશે વધારે ગંદકીનું સામ્રાજ્ય ઉભું થશે એમાં પણ હમણાં વરસાદ ની સિઝન છે તેવા માં રોગચાળો વધી રહ્યો છે તો બાળકો સહિત અમારે બીમાર પડવાનું જેથી આ મુતરડી અહીં બનવી જોઈએ નહીં તો બનશે આગામી ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી. તો બીજી બાજુ અહીં મુતરડી જ્યાં બને છે તેની બિલકુલ સામે જ શ્રી છાણી ગામ ધર્માદા ખાતું આવેલું છે જ્યાં અનેક સાધુ સંતો અને ભિક્ષુકો આવે છે અને ત્યાં પ્રેમ થી જમે છે જો આ મુતરડી બનશે તો અમારે સાધુ સંતો ને ક્યાં લઈ જવા એ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિકો તેમજ ધર્માદા ખાતું એ અનેક વખત કોર્પોરેશન રજુઆત કરી છે સાથે મુખ્યમંત્રી ને પણ ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે.
Reporter: