રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચનને 'જયા અમિતાભ બચ્ચન' કહેવામાં આવતા તેઓ ગુસ્સે થઈ ગયા હતા.
હકિકતમાં રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે તેમની બેઠક પરથી તેમને 'જયા અમિતાભ બચ્ચન' કહ્યા ત્યારે તેમણે આ મુદ્દા પર સખત વાંધો ઉઠાવ્યો હતો. જયા બચ્ચને કહ્યું કે જો તમે જયા બચ્ચન કહ્યું હોત તો તે પણ ચાલી ગયું હોત. ઉપાધ્યક્ષે જવાબ આપ્યો કે અહીં આખું નામ લખેલું છે, તેથી જ મેં તેનો ઉલ્લેખ કર્યો છે.ઉપાધ્યક્ષના જવાબ પર જયા બચ્ચન ગુસ્સે થઈ ગયા હતા.
તેમણે કહ્યું કે, આ કંઇક એવું છે કે મહિલાઓ તેમના પતિના નામથી જ ઓળખાશે. તેમનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. તેની પોતાની કોઈ સિદ્ધિઓ નથી. ઉલ્લેખનીય છે કે જયા બચ્ચન લાંબા સમયથી બોલિવૂડમાં કામ કર્યા બાદ રાજકારણમાં સક્રિય છે. જયા બચ્ચન પાંચમી વખત સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા છે. મહિલા અધિકારોના મુદ્દાઓ પર તે સંસદમાં સતત અવાજ ઉઠાવતા રહ્યા છે.
Reporter: admin







