News Portal...

Breaking News :

આખરે કોણે ઝેરી સેલ્ફોસની દવા નાખી? કોનું રત્નકલાકારને મારવાનું પ્લાનિંગ?

2025-04-10 10:14:07
આખરે કોણે ઝેરી સેલ્ફોસની દવા નાખી? કોનું રત્નકલાકારને મારવાનું પ્લાનિંગ?


સુરત : પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં અસામાજિક તત્વો એ સેલ્ફોસ નામની દાવાની પડીકી નાખી દીધી હતી. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. 


આખરે કોણે ઝેરી સેલ્ફોસની દવા નાખી? કોણ આ રત્નકલાકારને મારવા માટે પ્લાનિંગ કરી રહ્યું છે, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી દીધી છે. ઘટના સ્થળ પર અને તેની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરવાથી આરોપીઓની ભાળ મળી શકે! જો કે, આ તમામ બાબતે પોલીસે તપાસ કરવાની છે.પાણીની ટાંકીમાં અસમાજિક તત્વએ સેલ્ફોસની દવા અંદર નાખીઆ કેસમાં પોલીસે વિગતો આપતા જણાવ્યું કે, કપોદ્રામાં મિનેનિયમ કોમ્પલેક્સમાં આવેલી અનોપ જેમ્સ નામની કંપનીમાં સવારે એક ઘટના બની જેમાં પાણીની ટાંકીમાં કોઇ અસમાજિક તત્વએ સેલ્ફોસની દવા અંદર નાખી દીધી હતી. 


આ મામલે કારીગરોએ માલિકને જાણ કરી હતી ત્યારે તેમણે તાત્કાલિક સાવચેતીના ભાગ રૂપે તમામને હોસ્પિટલ મોકલ્યા હતા. આ મામલે કોઇ જાનહાનિ થઈ નથી’. ઘટનાની તપાસ કરવા માટે પોલીસે ફોરેન્સિકની ટીમ બોલાવી છે અને સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહ્યા છીએ. આરોપી સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે. અહીં118 જેટલા રત્નકલાકારોને ઝેરી દવાની અસર થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા જેમ્સ નામના કારખાનામાં આ સમગ્ર ઘટના બની છે. અહીં કારખાનામાં કામ કરતા 118 રત્નકલાકારોની તબિયત અચાનક લથડી જવાથી તેમને સત્વરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જો હોસ્પિટલમાં સારવાર આપ્યાં બાદ તમામની હાલત અત્યારે સારી હોવાથી પરિવારજનો રાહતનો શ્વાસ લીધો છે.

Reporter: admin

Related Post