News Portal...

Breaking News :

WHO:કફ સિરપ સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે.

2025-10-14 14:25:37
WHO:કફ સિરપ સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે.


દિલ્હી : ગ્લોબલ હેલ્થ એજન્સીની તપાસમાં શ્રીસન ફાર્માની કોલ્ડ્રિફ, રેડનેક્સ ફાર્માની રેસ્પિફ્રેશ ટીઆર અને શેપ ફાર્માની રિલાઇપ સિરપમાં ભેળસેળ સામે આવી છે. 


WHOનું કહેવું છે કે, આ સિરપ સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે. જેના કારણે ગંભીર અને જીવલેણ બીમારી થઈ શકે છે. ખાંસીની આ દવાઓમાં તપાસ દરમિયાન ડાયથિલીન ગ્લાઇકોલ નામનું ઝેરીલું કેમિકલ મળ્યું છે, જેનો ઉપયોગ મોટી માત્રામાં કરવામાં આવ્યો છે. મુખ્ય વાત એ છે કે, આ કેમિકલનો ન તો કોઈ રંગ હોય છે ન તો ગંધ. તેથી તપાસ કર્યા વિના એ જાણવું અઘરૂ છે કે, તેનો ઉપયોગ સિરપને મીઠી કરવા માટે કરવામાં આવે છે. ચોંકાવનારી વાત એ છે કે, ડાયથિલીન ગ્લાઇકોલનો ઉપયોગ માનવ સ્વાસ્થ્ય માટે ખતરનાક હોય છે. 



તમિલનાડુના શ્રીસન ફાર્માસ્યુટિકલ કંપનીનું લાઇસન્સ સંપૂર્ણ રીતે રદ કરી દેવામાં આવ્યું છે અને કંપનીના માલિક જી. રંગનાથનની હાલ ધરપકડ કરી લેવાઈ છે. કંપનીને હવે બંધ કરવાનો પણ આદેશ આપી દેવાયો છે. રાજ્ય સરકારે સોમવારે (13 ઓક્ટોબર) આ વિશે જાણકારી આપી હતી. રાજ્ય ઔષધી નિયંત્રણ વિભાગના અધિકારીઓએ એક નિરીક્ષણ દરમિયાન જોયું કે, કફ સિરપમાં 48.6 ટકા ડાયએથિલીન ગ્લાઇકૉલ (ડીઇજી) નામનો પદાર્થ હાજર હતો.

Reporter: admin

Related Post