મુંબઈ : રાધિકા મર્ચન્ટે પરિવારમાં આવતા પહેલાં જ અંબાણી પરિવારની જૂની પરંપરા તોડી દીધી હતી અને અનંત અંબાણી પણ તેને જોતો રહી ગયો હતો. હાલમાં જ ઈટલી ખાતે યોજાયેલા સેકન્ડ પ્રિ-વેડિંગ બેશ પાર્ટીમાંથી રાધિકાના વિવિધ લૂકવાળા ફોટો સામે આવી રહ્યા છે અને દરેક ફોટોમાં રાધિકા એકદમ સુંદર લાગી રહી છે. પરંતુ આ બધા લૂકમાંથી રાધિકાનો એક લૂક ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે, જેમાં તેણે સુંદર બોડીકોન આઉટફિટ પહેર્યો છે અને આ જ લૂક અપનાવીને રાધિકાએ અંબાણી પરિવારની પરંપરાને તોડી નાખી હતી.
આ સુંદર ઓફ શોલ્ડર વ્હાઈટ કલરના બોડીકોન ગાઉન સાથે રાધિકા મર્ચન્ટે એક પણ જ્વેલરી પહેરી નથી અને અંબાણી પરિવારની પરંપરા તો આપણે બધા જ જાણીએ છીએ કે આ પરિવારની માનુનીઓનું જ્વેલરી કલેક્શન એટલું આલાગ્રાન્ડ છે કે નહીં પૂછો વાત. આ લૂક સાથે રાધિકાએ રોઝવાળું ટિયારા પહેર્યું હતું. આ સિમ્પલ પણ સોબર લૂકમાં રાધિકા એટલી સુંદર દેખાઈ રહી હતી કે અનંત અંબાણી પણ અચબિત જોતો જ રહી ગયો હતો.
સફેદ રંગનું આ સાટિનનો ગાઉન ફેમસ ફેશન ડિઝાઈનર તમરા રાલ્ફે ડિઝાઈન કર્યો છે. આ સાથે અનંક અંબાણીએ બ્લેક જેકેટ અને પેન્ટ પહેર્યું હતું. આ આઉટફિટમાં અનંદ પણ એકદમ રાજકુમાર જેવો લાગી રહ્યો હતો.
Reporter: News Plus