News Portal...

Breaking News :

પૂર્ણ ગ્રહણ બાદ ચંદ્ર જ્યારે લાલ રંગનો દેખાયો : ચંદ્રગ્રહણમાં 122 વર્ષ બાદ પિતૃ પક્ષનો સંયોગ બન્યો

2025-09-08 10:18:41
પૂર્ણ ગ્રહણ બાદ ચંદ્ર જ્યારે લાલ રંગનો દેખાયો : ચંદ્રગ્રહણમાં 122 વર્ષ બાદ પિતૃ પક્ષનો સંયોગ બન્યો


દિલ્હી : ભારતમાં શનિવાર 7 સપ્ટેમ્બર, 2025વર્ષનું બીજું ચંદ્રગ્રહણ લાગ્યું હતું. આ ચંદ્રગ્રહણ કુંભ રાશિમાં અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં લાગ્યું હતું. 


ભારતીય સમય અનુસાર રાત્રિના 9.57 વાગ્યે ગ્રહણ શરૂ થયું જે મધ્ય રાત્રિ 1.26 વાગ્યા સુધી ચાલ્યું હતું. આ ઉપરાંત ચંદ્રગ્રહણમાં 122 વર્ષ બાદ પિતૃ પક્ષનો સંયોગ પણ બન્યો છે.ચંદ્રગ્રહણના નામે લોકોમાં ભય અને ઉત્સાહ બંને જોવા મળે છે. કેટલાક લોકો ચંદ્રગ્રહણના સમયે ચંદ્રને જોવાથી પણ ડરતા હોય છે. પરંતુ વિજ્ઞાનીઓની માનવું છે કે, ચંદ્રગ્રહણને નરી આંખે જોઇ શકાય છે. તેને જોવા માટે પ્રોટેક્ટિવ ગ્લાસ કે ફિલ્ટર્સની પણ જરૂર હોતી નથી, પરંતુ આ દરમિયાન કોઇ પણ ચમકદાર વસ્તુ કે લાઇટને જોવાથી બચવું જોઇએ. 


હકીકતમાં, સૂર્ય ગ્રહણ દરમિયાન સોલાર રેડિએશનથી આંખોને નુકસાન થવાનું જોખમ હોય છે, પરંતુ ચંદ્ર ગ્રહણમાં તે જોખમ હોતું નથી. દેશભરમાં વિવિધ સ્થળે પૂર્ણ ચંદ્રગ્રહણ જોવા મળી રહ્યો છે. પૂર્ણ ગ્રહણ બાદ ચંદ્ર જ્યારે લાલ રંગનો દેખાય છે ત્યારે તેને ‘બ્લડ મૂન’ કહેવામાં આવે છે. આ દુર્લભ દ્રશ્યો 82 મિનિટ સુધી જોવા મળ્યા હતા.

Reporter: admin

Related Post