News Portal...

Breaking News :

નકલી ફાયર એનઓસીની તમામ જવાબદારી પોલીસ ઉપર ઢોળી દીધી તો ફાયર વિભાગ શું કરશે? બિલ્ડીંગને સીલ મારતા કયો અધિકારી કે નેતા રોકે છે ?

2025-04-20 09:54:36
નકલી ફાયર એનઓસીની તમામ જવાબદારી પોલીસ ઉપર ઢોળી દીધી તો ફાયર વિભાગ શું કરશે? બિલ્ડીંગને સીલ મારતા કયો અધિકારી કે નેતા રોકે છે ?


પાલિકાના ફાયર વિભાગના બહાદુર કર્મચારીઓ કે અધિકારીઓની મદદગારી અને સંડોવણી વગર આ કૌભાંડ શક્ય નથી.
વડોદરા પોલીસ કમિશનરે વડોદરાના તમામ પોલીસ સ્ટેશનને કામગીરી સોંપી દેવી જોઈએ. જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી તમામ મોટી કોમર્શિયલ મિલકતો/બિલ્ડીંગો પાસેથી ફાયર એનઓસીની નકલ મંગાવવી જોઈએ. જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી સ્પષ્ટ થઈ જાય. વડોદરા શહેરમાં આવી કેટલી બોગસ ફાયર એનઓસી ચાલે છે તેની જાણકારી તો જ મળે. તપાસના મૂળમાં જવું જરૂરી છે. મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરના સંકલનથી આ કૌભાંડ શોધવું શક્ય છે. વર્ષોથી કામ કરતી આવી ટોળકીનો પર્દાફાશ થાય એ જનિતમાં છે. બોક્સ વગર હાઈલાઈટ કરવું 



નકલી ફાયર એનઓસી પ્રકરણમાં સીએફઓ બેજવાબદાર, હજુ પણ હોસ્પીટલ/રેસ્ટોરન્ટ વાળી બિલ્ડીંગને સીલ કરાઇ નથી.

બિલ્ડીગમાં આગ લાગ્યા બાદ ઇલેક્ટ્રીસિટી પરમિશન માટે એનઓસી, રજુ કરતા નકલી હોવાનું માલૂમ પડ્યું હતું....

Cfoએ કોના કહેવાથી વાત છુપાવી? કેમ એક્શન ના લીધા ? મીડિયામાં આવ્યા બાદ પણ કેમ મોડી પોલીસ ફરિયાદ નોંધાવી ?

શહેરના ચકચાર ભર્યા નકલી ફાયર એનઓસી પ્રકરણમાં જયેશ મકવાણા નામના શખ્સની શિવાય ફાયર એન્ડ સેફ્ટી સર્વિસીસ નામની એજન્સીની ભૂમિકા હાલ તો બહાર આવી છે. અર્ષ બિલ્ડીંગમાં જે હોસ્પિટલ આવેલી છે તે હોસ્પિટલ દ્વારા ફાયર એનઓસી સહિત ફાયર સેફ્ટીના કામ માટે જયેશ મકવાણાની શિવાય એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. શિવાય એજન્સી દ્વારા હોસ્પિટલ સંચાલકને વોટ્સએપ પર આ નકલી ફાયર એનઓસી મોકલાઇ હોવાનો ખુલાસો હોસ્પિટલ સંચાલકે ફાયર બ્રિગેડ સમક્ષ કર્યો છે.જે વાત કોઈને પણ ગળે ઉતરે તેમ નથી.જેથી હવે આ માહિતી રાવપુરા પોલીસને મોકલવામાં આવી છે. જો કે બિનઅનુભવી ફાયર ઓફિસર હજુ પણ આ મામલાને દબાવાની કોશિશ કરી રહ્યા છે. નકલી ફાયર એનઓસી મળી હોવા છતાં તેમણે હજુ સુધી આ બિલ્ડીંગને સીલ કરવાની કાર્યવાહી પણ કરી નથી. સીએફઓ શરુઆતથી જ જાણતા હતા કે આ નકલી ફાયર એનઓસી બનાવાઇ છે. છતાં તેમણે સમગ્ર પ્રકરણ બહાર ના આવે તેવા પ્રયાસો શરુ કરી દીધા હોવાનું બહાર આવ્યું છે.આ બિલ્ડીંગમાં બિલ્ડીંગ ઓનરની સાથે હોસ્પિટલ અને રેસ્ટોરન્ટ ત્રણેયની ફાયર એનઓસી હશે પણ ત્રણેય તરફથી ફાયર બ્રિગેડને કોઇ જ દસ્તાવેજો અપાયા નથી. ફાયર બ્રિગેડને જે હોસ્પિટલ સંચાલક તરફથી જવાબ મળ્યો છે તે જોતાં તત્કાળ જયેશ મકવાણાની શિવાય એજન્સીનું કોમ્પ્યુટર, મોબાઈલો તપાસનાં કામે જપ્ત કરીને,બિલ્ડીંગ સીલ કરી દેવું જરુરી છે. તેમાં અન્ય ઘણી ચોંકાવનારી માહિતી ભરેલી હશે.

સીએફઓ મનોજ પાટીલે મીડિયાને જણાવ્યું હતું કે અર્ષ બિલ્ડીંગમાં આગ લાગી હતી અને ત્યારબાદ ઇલેકટ્રીક પરમિશન માટે અરજી કરાઇ અને તે સંદર્ભે જે ફાયર એનઓસી રજુ કરાઇ તે જોતાં આ ફાયર એનઓસી નકલી હોવાનું જણાયુ હતું અને તેમાં સહી અને નામ અલગ અલગ ફાયર અધિકારીના છે. સીએફઓને જો શરુઆતમાં જ નકલી ફાયર એનઓસી હોવાની ગંધ આવી ગઇ હતી. તો તેમણે તત્કાળ કોઇ એક્શ કેમ ના લીધા અને તત્કાળ પોલીસને કેમ જાણ ના કરી ? અત્યાર સુધી તો જયેશ મકવાણાએ પુરાવા પણ કદાચ નષ્ટ કરી દીધા હશે તેવી શંકા સેવાઇ રહી છે. બિનઅનુભવી સીએફઓએ કૌંભાડ દબાવી દેવાની લાપરવાહી કરી છે તે સ્પષ્ટ છે.  તેમને વહિવટ કેવી રીતે કરવો તેની ગતાગમ જ પડતી નથી. જો આ નકલી એનઓસી છે તો તેમણે તત્કાળ બિલ્ડીંગ સીલ કરી દેવી જોઇએ. જેના બદલે હજુ પણ બિલ્ડીંગને સીલ કરાઇ જ નથી તે નવાઇની વાત છે. સીલ ના કરીને તેઓ બિલ્ડરનું રક્ષણ કરી રહ્યા છે. 



બિનઅનુભવી સીએફઓની લાપરવાહી...
વડોદરાને એવા બિનઅનુભવી સીએફઓ મળ્યા છે કે નકલી ફાયર એનઓસી પકડાઇ હોવા છતાં તત્કાલ કોઇ એક્શન તેમના દ્વારા લેવાયા ન હતા. ઉલટાનું આ પ્રકરણને દબાવી દેવાનો તેમણે પ્રયાસ કર્યો હતો. સીએફઓને જો શરુઆતમાં જ નકલી ફાયર એનઓસી હોવાની ગંધ આવી ગઇ હતી તો તેમણે તત્કાળ કોઇ એક્શન કેમ ના લીધા અને તત્કાળ પોલીસને કેમ જાણ ના કરી. અત્યાર સુધી તો જયેશ મકવાણાએ અન્ય પુરાવા પણ કદાચ નષ્ટ કરી દીધા હશે તેવી શંકા સેવાઇ રહી છે.આ કૌભાંડમાં ફાયર વિભાગનાં અધિકારીઓ,વચેટિયાઓ,કોન્ટ્રાક્ટરની મિલીભગત હોઈ શકે. બિનઅનુભવી સીએફઓએ કૌંભાડ દબાવી દેવાની લાપરવાહી કરી છે તે સ્પષ્ટ છે.  તેમને વહિવટ કેવી રીતે કરવો તેની ગતાગમ જ પડતી નથી.

શિવાય એજન્સીએ વોટસએપ પર એનઓસી મોકલી હતી...
ફાયર વિભાગને હોસ્પિટલ સંચાલક દ્વારા જવાબ મળ્યો છે કે તેમણે ફાયર એનઓસી સહિતના કામ માટે કોઇ શિવાય ફાયર એન્ડ સેફ્ટી સર્વિસીઝને કામ આપ્યું હતું અને આ એજન્સીએ હોસ્પિટલને વોટસએપ પર આ ફાયર એનઓસી મોકલી હતી !! જેથી ઓરીજનલ ફાયર એનઓસી તો કોઇની પાસે છે જ નહી. અમે આ તમામ માહિતી પોલીસને મોકલી આપી છે.
મનોજ પાટીલ, સીએફઓ

સીએફઓ કૌંભાડ બહાર ના આવે તેવા પ્રયાસો કરી રહ્યા છે. 
વાસ્તવમાં આ કૌંભાડમાં જયેશ મકવાણા અને શિવાય એજન્સીની સંડોવણી જ્યારે ખુલી હોય ત્યારે તત્કાળ જયેશ મકવાણાની એજન્સીનું કોમ્પ્યુટર કબજે કરી લેવું જોઇએ, બિલ્ડર પાસે જે નકલી એન ઓ સી છે એ પણ કબ્જે કરવું જોઈએ, પણ ફાયર બ્રિગેડે કંઇ જ રીકવર કર્યું નથી અને બિલ્ડર અને આરોપીને મદદગારી કરી છે. પુરાવા નષ્ટ થઇ શકે છે અને તેથી જ લાગી રહ્યું છે કે સીએફઓ કૌંભાડ બહાર ના આવે તેવા પ્રયાસો કરી રહ્યા છે. 

ફાયર વિભાગના અરજદારોને હેરાન કરવાનાં નિયમો...
કોર્પોરેશનનું તંત્ર કેવું નફ્ફટ છે કે પ્રજાને રંજાડી રહ્યું છે, હમણાં ફાયર બ્રિગેડમાં નવો અરજદારોને હેરાન કરવાનો નવો સગવડીયો નિયમ આવ્યો છે કે અલગ અલગ ઉંચાઇની બિલ્ડીંગો માટે સ્ટેશન ઓફિસર, ડિવીઝનલ ઓફિસર અને ત્યારબાદ ડે.સીએફઓ અને વધુ ઉંચાઇ હોય તો સીએફઓની મંજૂરી લેવી પડે છે. કોઇ અરજદાર મંજુરી મેળવવા માટે અરજી કરે તો ફાયર બ્રિગેડમાં અરજી ઇનવર્ડ જ કરાતી નથી અને જવાબ અપાય છે કે આટલી ઉંચાઇની મંજૂરી છે તો આ અધિકારીને જઇને મળો. આ રીતે અરજદારોને હેરાન કરવામાં આવી રહ્યા છે.  ખરેખર તો લોકોને તકલીફો ઓછી પડે તેવું કામ કોર્પોરેશને કરવું જોઇએ પણ તેના બદલે ફાયર વિભાગમાં લોકોને તકલીફ પડે તેવા નિયમો બનાવી દેવાયા છે. કમિશનરને વિનંતી છે કે લોકોનું કામ સરળતાથી થાય તે પ્રમાણેનું આયોજન કરે.,

અરજી ઈન્વર્ડ કરવા અરજદારે કોને કોને  મળવાનું ? 
15 મીટર નીચે- સ્ટેશન ઓફિસર
15-25 મીટર નીચે-ડીવીઝન ઓફિસર
25-35 નીચે- ડે ફાયર ઓફિસર 
35 ઉપર cfo, મનોજ પાટિલ

Reporter: admin

Related Post