News Portal...

Breaking News :

આરાધ્યા ને જોઈ લોકો શું કહે છે, માતા ઐશ્વર્યાની કેવી સંભાળ લે છે?

2024-05-17 18:58:03
આરાધ્યા ને જોઈ લોકો શું કહે છે, માતા ઐશ્વર્યાની કેવી સંભાળ લે છે?


કાનમાં ઐશ્વર્યાના લુકની ચારે તરફ ચર્ચા છે.  ઐશ્વર્યાના લુક વિશે લોકોમાં મતમતાંતર છે. કેટલાકને ઐશ્વર્યાનો કાન ફ્સ્ટિવલનો લુક પસંદ નથી આવ્યો તો ઘણા લોકો તેના લુકના વખાણ કરે છે.  આ સમયગાળાની ઘણી તસવીરો સામે આવી છે જે હાલમાં ચર્ચામાં છે. આ તસવીરો જોયા બાદ લોકો ઐશ્વર્યાના મૂલ્યોના વખાણ કરતા થાકતા નથી.  ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચેલી ઐશ્વર્યા ઇજાગ્રસ્ત છે, અને તેના હાથમાં પ્લાસ્ટર બાંધેલું છે. આવી સ્થિતિમાં આરાધ્યા તેની માતાની સંભાળ લેતી જોવા મળે છે. કેઝ્યુઅલ સ્ટાઇલિશ બ્લેક ટ્રેકસૂટમાં સજ્જ આરાધ્યા તેની માતાનો હાથ પકડીને તેને સપોર્ટ આપી રહી છે. કાળજીપૂર્વક મમ્મીનો હાથ પકડીને આરાધ્યા ફ્સ્ટિવલ સ્થળથી કાર સુધી લઇ ગઇ હતી.



 આરાધ્યા માટે આ કંઇ નવી વાત નથી. આ પહેલા પણ મા અને દીકરીને એરપોર્ટ પર એકસાથે સ્પોટ કરવામાં આવ્યા હતા, જ્યાં આરાધ્યા તેની માતાની હેન્ડ બેગ લઈને જતી જોવા મળી હતી. આરાધ્યા જે રીતે તેની મમ્મી ડિઅરેસ્ટની સંભાળ લઈ રહી છે, તે જોઇને લોકો કહી રહ્યા છે કે દીકરી હોય તો આવી…!!



હવે વાત કરીએ એશના કાન લુકની તો તે રેડ કાર્પેટ પર બ્લેક ટ્રેઇલ ગાઉનમાં શોભી રહી હતી. તેના ચહેરા પરનું સ્મિત જોઇને કોઇ એ માની જ ના શકે કે તેને હાથ પર ઇજા થઇ છે. આત્મવિશ્વાસથી ભરપૂર ઐશ્વર્યાએ લોકોની ભારે પ્રશંસા જીતી હતી.

Reporter: News Plus

Related Post