બ્લૅક-સ્પૉટેડ ક્રોકર ફિશનું સેવન આંખની દૃષ્ટિ સુધારે છે અને કૉલેજન કન્ટેન્ટના કારણે ચહેરાની કરચલીઓ દૂર કરીને ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છેતામિલનાડુના તંજાવુરમાં એક માછીમારે ૨૫ કિલો વજન ધરાવતી રૅર માછલી પકડી હતી જેની ૧,૮૭,૭૭૦ રૂપિયામાં હરાજી થઈ હતી. આ મોંઘી ફિશનું નામ બ્લૅક-સ્પૉટેડ ક્રોકર છે જે માત્ર એના વજનને કારણે નહીં પણ હેલ્થ-બેનિફિટ્સને કારણે પણ જાણીતી છે. બ્લૅક-સ્પૉટેડ ક્રોકર ફિશનું સેવન આંખની દૃષ્ટિ સુધારે છે અને કૉલેજન કન્ટેન્ટના કારણે ચહેરાની કરચલીઓ દૂર કરીને ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત ઓમેગા-3થી ભરપૂર હોવાના કારણે એ બ્રેઇન-સેલ્સ માટે ફાયદાકારક છે જેથી વ્યક્તિનો ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ (IQ) પણ વધે છે. ગયા વર્ષે ગુજરાતે બ્લૅક-સ્પૉટેડ ક્રોકર કે ઘોલ ફિશને સ્ટેટ ફિશ જાહેર કરી હતી.
Reporter: News Plus