News Portal...

Breaking News :

વસંત પંચમીનો સંગીત અને આદ્યાત્મિકતા સાથે શું સંબંધ છે : ગુરુદેવ રવિ શંકર

2025-02-01 17:07:18
વસંત પંચમીનો સંગીત અને આદ્યાત્મિકતા સાથે શું સંબંધ છે : ગુરુદેવ રવિ શંકર


વસંત પંચમીનો ઉત્સવ નવીનતાનું પ્રતિક છે, અને આ દિવસે જ્ઞાન ના દેવી માં સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. દેવી સરસ્વતીની પ્રતિમામાં તેમની ચાર ભુજાઓ દર્શાવવામાં આવે છે. 


એક હાથમાં દેવી જાપમાળા ધારણ કરે છે જે ‘ધ્યાન’ નો પ્રતિક છે, તેમના બીજા હાથમાં પુસ્તક છે જે બુદ્ધિગત જ્ઞાનનું પ્રતિક છે. અન્ય બે હાથથી તે વીણા વગાડી રહ્યા છે.માં સરસ્વતીના વીણાવાદન નું શું મહત્વ છે? વીણા ભારતનું સૌથી પ્રાચીન વાદ્યયંત્ર છે. આ યંત્રની રચના માનવ શરીર સાથે સંકળાયેલી છે. જેમ માનવ શરીરમાં 24 વર્ટીબ્રે હોય છે, તેમ વીણામાં કુલ 7 તાર હોય છે. જેમ વીણાના સ્વરોનું યોગ્ય રીતે સાધવામાં આવે તો મીઠું સંગીત ઉદ્ભવે છે, તેમ જ જો જીવનનો સ્વર સારી રીતે ગોઠવાય તો દિવ્યતા પ્રગટ થાય છે.જ્યારે જીવનમાં બુદ્ધિગત જ્ઞાન, સંગીત અને ધ્યાન એકસાથે હોય છે, ત્યારે જ જ્ઞાનનો પ્રગટાવ થાય છે. સંગીતનો હેતુ એ છે કે તમારી અંદર ઊંડો મૌન ઉત્પન્ન કરે, અને મૌનની કળા એ છે કે જીવનમાં ગતિશીલતા વધારે. તેથી, જે મૌન ગતિશીલતા પ્રગટાવતું નથી, તે શ્રેષ્ઠ પ્રકારનું મૌન નથી અને જે સંગીત તમારા અંદર શાંતિ, ધૈર્ય અને સદભાવ પ્રગટાવતું નથી, તે શ્રેષ્ઠ સંગીત નથી. સંગીતનો મહોત્સવ એ એક વિશાળ યજ્ઞ છે જ્યાં હજારો-લાખો લોકો એકસાથે જોડાય છે કારણ કે સંગીત આપણને બધા સાથે જોડે છે. પ્રેમ સિવાય જો કોઈ એવી શક્તિ છે જે જાતિ, ધર્મ અને મહાદ્વીપો પાર બધા લોકોને જોડે છે, તો તે સંગીત છે. 


સંગીત દરેકના હૃદયને સ્પર્શે છે. તમે સંગીતકાર હોવ કે ન હોવ, આથી કોઈ ફરક પડતો નથી, દરેકને ગીત ગાવું જોઈએ. જ્યારે તમે ગાવાનું શરૂ કરો છો, ત્યારે તમે સંગીતકાર બની જાઓ છો.આધ્યાત્મિકતા અને સંગીત એ ભારતના વિશિષ્ટ આપેલા ઉપહારો માંથી એક છે, સંગીત આધ્યાત્મિકતાનો આત્મા છે. આધ્યાત્મિકતા આંતરિક શાંતિ, મૌન અને શક્તિ ને જન્મ આપે છે. સંગીત વ્યક્તિને વૈશ્વિક ચેતનાથી જોડે છે. આદ્યાત્મિકતા અને સંગીત બન્ને સાથે મળીને લોકોનો ઉત્થાન કરી શકે છે, તેમને નિરાશાથી બહાર કાઢી શકે છે અને ઉત્સાહ સાથે નવું જીવન શરૂ કરવામાં મદદ કરી શકે છે.સંગીત તમારી ભાવનાઓને શુદ્ધ કરે છે, તમારી ભાવનાઓને નમ્ર અને હલકું બનાવે છે અને જો ભાવના શુદ્ધ થાય તો વિચાર પણ શુદ્ધ થાય છે; આથી તમને યોગ્ય વિચાર આવે છે. તમારું આંતરદૃષ્ટિ જાગી જાય છે અને એ જ આદ્યાત્મિકતા છે. સંગીત અને આદ્યાત્મિકતા એકબીજાથી એ રીતે જોડાયેલી છે કે એકબીજાના વગર જીવી શકતા નથી, ખાસ કરીને આ દેશમાં સંગીત અને આદ્યાત્મિકતાને કદી પણ અલગ રીતે જોવાયું નથી. તણાવમુક્ત જીવન માટે તેમને આ બન્ને પાસાઓને સ્વીકારવું પડશે.ભારતીય શાસ્ત્રીય સંગીત અને તેની આદ્યાત્મિકતાની પરંપરા એ બે શક્તિશાળી તાકાતો છે જે આપણને આસપાસના તમામ સંઘર્ષોને દૂર કરવામાં મદદ કરશે અને આ પરંપરાઓને સંરક્ષિત કરવું આપણું દાયિત્વ છે. શાસ્ત્રીય સંગીત આત્માને સ્પર્શે છે. તેમાં રહેલા વિવિધ વાદ્યયંત્રો આપણા શરીરના વિવિધ 'ચક્રો' પર અસર કરે છે.સંગીતનો હેતુ એ છે કે તે તમને તમારા અસ્તિત્વની ગહનતામાં જોડે છે. ગતિનો વિસ્તાર નૃત્ય છે, મનનો વિસ્તાર ધ્યાન છે, ધ્વનિનો વિસ્તાર સંગીત છે અને જીવનનો વિસ્તાર ઉત્સવ છે.

Reporter: admin

Related Post