મધ્ય ગુજરાતના ઔદ્યોગિક સંગઠન ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ એ આ બજેટને દસમાંથી આઠ નું રેટિંગ આપ્યું છે.આ બજેટ આવનારા 10 વર્ષનો રોડ મેપ છે.

બજેટમાં જે જાહેરાતો થઈ છે તેના કારણે નાની મોટી અને મધ્ય ઉદ્યોગોને ફાયદો થશે બજેટમાં આવા ઉદ્યોગો માટે ક્રેડિટ લિમિટ વધારવામાં આવી છે.મધ્ય ગુજરાતમાં 36000 કરતાં વધારે એમ.એસ.એની છે જેને આ જાહેરાતોથી સીધો લાભ થશે. બજેટ આગામી 10 વર્ષનો રોડ મેપ રજૂ કરે છે અને તેને સર્વાંગી બજેટ કહી શકાય, ગુજરાત નાં માટે કોઈ ખાસ મોટી જાહેરાત નથી.બજેટ વડાપ્રધાન મોદી ની 5ટ્રિલિયન ની ઇકોનોમિક ને ઝડપથી આંબી જશે.ક્રિટીકલ ડે કેર મેડિકલ સેન્ટરની જાહેરાત ગરીબ અને મઘ્યમવર્ગ માટે આશીર્વાદ રૂપ બનશે.
ઇન્ડીયન ને સુપર પાવર તરફ લઈ જતું બજેટ બની રહેશે. ટોપ થ્રી મહા શક્તિ તરફ જઈ શકે છે ઇન્ડિયા.શેર બજાર પણ આ બજેટ ને આવકારી રહ્યું છે અને લાંબા ગાળે આ બજારને મજબૂતી આપતું બજેટ ગણાવી રહ્યું છે, બજેટ ગરીબ અને મઘ્યમવર્ગ માટે વિશેષ ફાયદા રૂપ છે.બજેટમાં ખાસ ઈસ્ટ ઝોન પર વધારે ફોકસ કરવા માં આવ્યું હોવાનો બજારનાં અગ્રણીનો મત છે .
Reporter: admin