વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને હાલ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પીએ રાજેશ ગોહિલની ગંદી કરતુત સામે આવવા પામી છે. રાજેશે મજબુરી વશ મદદ માંગવા આવેલી મહિલાનો તેના જ ઘરમાં જઇને દેહ ચૂંથ્યો છે. એટલું જ નહિ તેણે જતા જતા મહિલા અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી પણ આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આખરે રાજેશ ગોહિલ સામે જવાહર નગર પોલીસ મથકમાં દુષકર્મની ફરિયાદ નોંધાવવા પામી છે. પીએની કાળી કરતુતના છાંટા નેતા પર પણ ઉડશે આ વાત કોઇ નકારી શકે તેમ નથી.
રૂ. 15 લાખની લોન લીધી હતી
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે, તેના લગ્ન જીવન દરમિયાન બે સંતાનો છે. અને મહિલાના છુટાછેડા થયેલા છે. તાજેતરમાં તેના સંતાન પૈકી એકની સગાઇ કરવામાં આવી છે. અને અન્ય સંતાન શાળામાં અભ્યાસ કરે છે. એક સંતાનને સાસરીયાઓ ઉછેરી રહ્યા છે. છેલ્લા 4 વર્ષથી મહિલાના છુટાછેડા થયેલા છે. તે અગાઉ તેણે બેંકમાંથી રૂ. 15 લાખની લોન લીધી હતી. તે મહિલા ભોજનાલય ચલાવીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે.
નહિ ભરો તો મકાનને તાળુ
વર્ષ 2023 માં મહિલાને જીવલેણ બિમારીનું નિદાન થાય છે. જેના કારણે તે પોતાના ધંધા-વ્યવસાય પર ધ્યાન આપી શકતી નથી. અને મોટાભાગનો સમય દવા-દારૂ કરવા પાછળ જાય છે. તેવામાં મહિલા મકાનના હપ્તા સમયસર નહિ ભરપાઇ કરી શકવાના કારણે ત્રણ હપ્તા ચઢી જાય છે. એક દિવસ મહિલાને બેંકની નોટીસ મળે છે. જેમાં લખવામાં આવ્યું કે, 36 દિવસમાં હપ્તા નહિ ભરો તો મકાનને તાળુ મારી દેવામાં આવશે.
બે દિવસના વાયદા કરીને રવાના
આવા સમયે મહિલા પોતાના પિતાના મિત્ર અને સામાજીક-રાજકીય અગ્રણીની આ અંગે સલાહ લેવા માટે જાય છે. તેઓ સ્પષ્ટ જણાવે છે કે, બાપુ (તત્કાલિન વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા) પાસે જાવ, બાપુને વાત કરો. બાપુ બેંકમાં વાત કરશે, તો બેંકાવાળા માની જશે. ત્યાર બાદ મહિલા મદદની આશ લઇને વર્ષ 2023 ના અંતિમ માસમાં નિઝામપુરા બસ સ્ટેન્ડ પાસે ડોમીનોઝ પીઝા ઉપર આવેલી બાપુની ઓફિસે પહેલી વખત તેમના સંતાન સાથે પહોંચે છે. ત્યારે બાપુ તો હાજર ન્હતા, પરંતુ તેમનો પીએ રાજેશભાઇ ગોહિલ હાજર હોવાથી તેને મળે છે. રાજેશ ગોહિલ મદદની આશ લઇને આવેલી મહિલાને બે દિવસના વાયદા કરીને રવાના કરી દે છે.
વોટ્સએપ થકી મહિલા મોકલી આપે છે
ત્રીજા દિવસે રાજેશ ગોહિલ મહિલાનો ફોન નંબર અને બેંક કર્મચારીનો નંબર મેળવે છે. અને બેંકમાં વાત કરવાની હોવાનું મહિલાને જણાવે છે. ત્યાર બાદ રાજેશ ગોહિલ બેંક કર્મચારી સાથે વાત કરીને જણાવે છે કે, હવે તમારે ત્યાં કોઇ આવશે નહિ. ત્યાર બાદ મહિલા કહે છે કે, મારૂ મકાન વેચવાનું છે. આ લોનના હપ્તા હું ભરી દઇશ. માર્ચ - 2024 માં મહિલા બાપુની નિઝામપુરા સ્થિત ઓફિસે જાય છે. તે વખતે પણ બાપુ તેને મળ્યા ન્હતા. પરંતુ પીએ રાજેશ ગોહિલ મળતા તેની જોડે વાતચીત થાય છે. રાજેશ ગોહિલ પુછે છે કે, મકાન વેચવાનું છે, જેથી મહિલા હા પાડે છે. જે બાદ કિંમતની ચર્ચા થાય છે. બાકી લોનના હપ્તા ભરવાની વાત તથા ઉપરના રોકડા રૂપિયા ત્રણ-ચાર મહિનામાં આપવાની વાત થાય છે. જેથી રાજેશ મકાનના ફોટા મંગાવે છે. જે વોટ્સએપ થકી મહિલા મોકલી આપે છે.
અખાત્રીજ સુધી વ્યવસ્થા કરું છું
પછી રાજેશ ગોહિલ ફોન કરીને જણાવે છે કે, મકાનના ફોટા બહાબર નથી. હું તમારા ઘરે આવીને મકાન જોઇ જઇશ. અઠવાડિયા પછી રાજેશે ફોન કરીને જણાવ્યું કે, હું આવું છું. તમારૂ મકાન જોઇ લઉં છું. તેમ કહી રાજેશ ત્રણ વાગ્યે ઘરે આવે છે. ત્યારે મહિલાનું સંતાન અને મંગેતર બંને હાજર હોય છે. રાજેશ મકાનના ફોટા, વિડીયો લઇને 15 મીનીટ બેસી ચ્હા પીને જાય છે. બાદમાં ત્રણ-ચાર દિવસો વિતી ગયા બાદ મહિલા રાજેશને ફોન કરે છે, અને પુછે છે કે, મારા મકાનનું શું થયું. રાજેશ જણાવે છે કે, મકાન લેવાનું છે, અખાત્રીજ સુધી વ્યવસ્થા કરું છું. ત્યાર બાદ ફરીથી લોનના હપ્તાની નોટીસ આવતા મહિલા રાજેશને ફોન કરે છે. રાજેશ કહે છે કે, તમે ઓફિસે નોટીસ લઇને આવી જાઓ. કંઇક કરીએ. ત્યાર બાદ મહિલા બાપુની નિઝામપુરા સ્થિત ઓફિસે પહોંચે છે, અને રાજેશને મળી તેને નોટીસ બતાવે છે. બાદમાં મહિલાની હાજરીમાં રાજેશ બેંક કર્મી સાથે વાત કરે છે.
તમારા ઘરે આવું છું
મે - 2024 ની શરૂઆતમાં સવારના સમયે રાજેશ મહિલાને ફોન કરે છે. અને કહે છે કે, મારા મોબાઇલમાંથી તમારા મકાનના ફોટા નિકળી ગયા છે. હું તે બાજું છું. તમે તમારા મકાને હાજર છો તો હું આવૂું. મહિલાએ તેની રાહ જોઇ પણ તે આવ્યો ન્હતો. બપોરે ત્રણ વાગ્યે રાજેશનો ફોન આવે છે, પરંતુ મહિલા સુઇ ગઇ હોવાથી ફોન રીસીવ કરતા નથી. પછી સામેથી ફોન કરતા રાજેશે ફોન કટ કર્યો હતો. હીજા દિવસે સાંજે મહિલા ઘરે એકલા હોય છે. ત્યારે રાજેશનો ફોન આવે છે, અને તે કહે છે કે, હું તમારી સોસાયટીની બહાર છું. અને તમારા ઘરે આવું છું. મહિલા કહે છે કે, હું ઘરે જ છું તમે આવો.
દરવાજાની સ્ટોપર બંધ કરી દે છે
રાજેશ 10 જ મીનીટમાં ઘરે પહોંચે છે. મહિલા તેને પાણી આપે છે, રાજેશ પહેલો સવાલ પુછે છે કે બીજા બધા ક્યાં ગયા. મહિલા જણાવે છે કે મારૂ સંતાન અને તેનો મંગેતર બહાર ગયા છે. મહિલા પાણીનો ગ્લાસ મુકવા જાય છે. તેવામાં રાજેશ દરવાજાની સ્ટોપર બંધ કરી દે છે. મહિલા પુછે છે કે, સાહેબ તમે આ શું કરો છો ! રાજેશ કહે છે કે, તમે બેસો એમાં તમારી અને મારી ભલાઇ છે. બુમો પાડશો તો સોસાયટીમાં બદનામ થઇ જશો. ત્યાર બાદ રાજેશ મહિલા પર તેની મરજી વિરૂદ્ધ દુષકર્મ આચરે છે. દરમિયાન મહિલા કરગરતી રહી, સાહેબ આવું ના કરો. છતાં હવસખોરે એક ના સાંભળી. અચાનક કોઇ દરવાજો ખટખટાવતા મહિલા સ્ટોપર ખોલે છે. આ સમયે રાજેશે ટુવાલ વીંટાળીને ઉભો રહે છે. ઘરમાં સંતાન અને મંગેતર આવતા જ રાજેશને કઢંગી હાલતમાં જોઇ જાય છે.
તો જાનથી મારી નાંખીશ
મંગેતર પુછે છે કે, આ બધું શું છે. અને રાજેશને તે બે લાફા મારી દે છે. આ સમયે લાજવાની જગ્યાએ રાજેશ ગાજે છે. અને કહે છે કે, તમારાથી થાય તે કરી લેજો. તમારાથી કંઇ થવાનું નથી. તેમ કહી ટુવાલ પહેરીને જ ત્યાંથી રફુચક્કર થઇ જાય છે. જતા જતા રાજેશ ધમકી આપે છે કે, આ જે થયું તેની કોઇને જાણ કરી છે તો જાનથી મારી નાંખીશ. આ બાદ પરિવાર ડરી ગયો હતો. આખરે રાજેશ ગોહિલ સામે જવાનગર પોલીસ સ્ટેશનમાં દુષકર્મની ફરિયાદ નોંધવામાં આવી છે.
આ મામલે વાઘોડિયા ધારાસભ્ય ના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મીડિયા માધ્યમ ને જણાવ્યું હતું કે રાજેશ ગોહિલને ત્રણ -ચાર મહિના અગાઉ કાઢી મૂકવામાં આવ્યો હતો.
Reporter: News Plus