વડોદરા: શહેરને સંઘાઈ બનાવવાની વાતો ભૂતકાળમાં થતી હતી. ગુજરાતના શહેરોને સુંદર બનાવો માટે મૂકવામાં આવી હતી. વડોદરા શહેરમાં છેલ્લા પાંચ વર્ષથી વિકાસના કામો ની ગતિ જે રીતે ચાલી રહી છે તે જોતા સત્તાધારી ભારતીય પક્ષના કાર્યકર્તાઓ અને આગેવાનો સામે રોષ ઉભો થઈ રહ્યો છે.
વડોદરા શહેરના આજવા રોડ કમલા નગર તળાવ ની સામે સુગમ સોસાયટી, વ્રજ સોસાયટી એમાં બીજી બધી આવતી સોસાયટીઓમાં રોડ બનવાની કામગીરી ચાલતી હતી તે દરમિયાન વિસ્તારના નાગરિકોને કાઉન્સિલ અને આશ્વાસન આપેલો કે બ્લોક નાખી આપીશું. પરંતુ વરસાદ પહેલા હજુ સુધી કામગીરી થઈ નથી ચોમાસા પહેલા પથ્થર બ્લોક નાખવાની કામગીરી નહીં થાયતો મોરચા સ્વરૂપે કાઉન્સિલર નો ઘેરાઓ કરીશું તેવી ચીમકી ઉચ્ચારી છે
ઇલેક્શન વોર્ડ નંબર ચાર શહેર વાડી વિધાનસભાના કાઉન્સિલર અજીતભાઈ દધીચ ની પેનલ સામે વિસ્તારની સોસાયટીના સ્થાનિક રહીશોએ નારાજગી દર્શાવે છે.
Reporter: News Plus