દિલ્હી : પશ્ચિમની સત્તાઓએ ઝેલેન્સ્કીને ચઢાવી દીધો. બલિનો બકરો બનાવી દીધો છે. મૂળભૂત રીતે હાસ્ય કલાકારમાંથી પ્રમુખપદે પહોંચેલા ઝેલેન્સ્કીને વિચાર જ આવ્યો નહીં કે રશિયા સામે યુદ્ધ છેડાતાં શી આફતો આવશે.
અમેરિકા સહિત પશ્ચિમી સત્તાઓએ યુક્રેનને 'બલિનો બકરો' બનાવી દીધો છે. સેનામાંથી સૈનિકો નાસી રહ્યાં છે. જેઓ પૈકી કોઈ કોઈ પાછા ફરે છે. તેને સજા કરવાને બદલે માફી અપાય છે. નહીં તો 'ડેઝર્શન'ની સજા ૧૨ વર્ષની કેદની હોય છે.યુક્રેનનાં લશ્કરમાં ગભરાટ ફેલાઈ રહ્યો છે. રશિયન સૈન્ય આગળ વધી રહ્યું છે. તેને રોકવાના જાનની બાજી લગાવીને પણ કરેલા પ્રયત્નો નિષ્ફળ થતા જાય છે. પરિણામે એક પછી એક સૈનિકો રણભૂમિ છોડી રહ્યાં છે.
રણભૂમિ છોડનારાઓ પૈકી મોટા ભાગના તો તેવા છે કે જેઓને ખેતરોમાંથી બોલાવી નામ માત્રની શસ્ત્ર ચલાવવાની તાલીમ આપી. રણમેદાનમાં ધકેલી દેવામાં આવે છે. આટલું ઓછું હોય તેમ જેઓ પોતાની ઈચ્છાથી યુદ્ધમાં જવા તૈયાર થયા હોય. (જેઓ સેનામાં જોડાયા નથી હોતા છતાં યુદ્ધમાં જવા તૈયાર હોય) તેમને તેમનાં કુટુમ્બીજનો પણ સેના સાથે જોડાવાની 'ના' કહી રહ્યાં હોય છે.યુક્રેનની સેના એક તરફ રશિયાના બોમ્બાર્ડમેન્ટથી માનવબળ ગુમાવી રહી છે, તો બીજી તરફ તેની સેનામાં જ 'પલાયનવાદ' મહારોગની જેમ ફેલાઈ રહ્યાં છે. રશિયાનું માનવબળ વિશાળ છે. તેની શસ્ત્ર સામગ્રી અખૂટ છે.
Reporter: admin