વડોદરા : સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 મી જન્મ જયંતી નિમિત્તે સરદાર સન્માન યાત્રા બારડોલી ખાતેથી નીકળી હતી અને આજે વહેલી સવારે કેલનપુર ખાતે આવેલી દાદા ભગવાનના મંદિરે પહોંચતા આમ આદમી પાર્ટી દ્વારા સરદાર સન્માન યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતાને હંમેશા અગ્રેસર રાખી હતી. તેમણે આઝાદી પછી દેશને એકીકૃત કરીને ભારતનું નિર્માણ અને એકીકરણ કરવામાં સફળતા મેળવી હતી. એટલે જ તો તેમના માટે કહેવામાં આવે છે કે, અસરદાર 'સરદાર'. સરદાર વલ્લભભાઈ પટેલની આજે 150મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે જેમણે રાજકીય અને રાજદ્વારી ક્ષમતા બતાવીને સ્વતંત્ર ભારતને એક કરવાનું અસાધારણ કાર્ય ખૂબ જ કાર્યક્ષમતાથી કર્યું હતું, સરદાર પટેલનો જન્મજયંતિ નિમિત્તે 11 સપ્ટેમ્બર થી 22 સપ્ટેમ્બર સુધી સરદાર સન્માન યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં આ સન્માન યાત્રા બારડોલી થી પ્રસ્થાન કરવામાં આવી હતી અને આજે વહેલી સવારે કેલનપુર ખાતે આવેલ દાદા ભગવાનના મંદિર ખાતે પહોંચ્યા તે અને આમ આદમી પાર્ટી દ્વારા સરદાર સન્માન યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ સાથે કાર્યકરો હાજર રહ્યા હતા અને આ સરદાર સન્માન યાત્રા ને આગળ જવા પ્રસ્થાન કરવામાં આવી હતી અને આ સન્માન યાત્રા 22 સપ્ટેમ્બરના રોજ પવિત્ર સોમનાથ ધામ ખાતે પહોંચશે. તેમ આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા એ જણાવ્યું હતું.



Reporter: admin







