વોશિંગટન : વ્હાઇટ હાઉસ ખાતે દ્વિપક્ષીય વાટાઘાટો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી, જ્યાં તેમણે બંને દેશો વચ્ચે થયેલા મહત્વપૂર્ણ કરારો વિશે માહિતી આપી હતી અને પત્રકારોના ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

પીએમએ કહ્યું કે 2030 સુધીમાં આપણે ભારત-અમેરિકા વેપાર બમણો કરીશું. તે જ સમયે, ટ્રમ્પે પીએમ મોદીને પોતાના કરતા વધુ સારા વાટાઘાટકાર એટલે કે નેગોશિએટર ગણાવ્યા.સંયુક્ત પત્રકાર પરિષદમાં પીએમ મોદીએ કહ્યું, સૌ પ્રથમ, હું મારા પ્રિય મિત્ર પ્રમુખ ટ્રમ્પનો તેમના અદ્ભુત સ્વાગત અને આતિથ્ય માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પ્રમુખ ટ્રમ્પે તેમના નેતૃત્વ દ્વારા ભારત-અમેરિકા સંબંધોને ઉછેર્યા અને જીવંત કર્યા છે. અમે આતંકવાદ સામે લડવામાં સહયોગ કરીશું. સરહદ પારના આતંકવાદ સામે કડક કાર્યવાહીની જરૂર છે. 26/11ના આતંકવાદી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો નિર્ણય લેવા બદલ હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભારી છું. આપણી અદાલતો તેને ન્યાય અપાવશે.

પીએમ મોદીએ કહ્યું, 'અમારું માનવું છે કે ભારત અને અમેરિકાની એકતા અને સહયોગ એક સારી દુનિયાને આકાર આપી શકે છે.'પીએમ મોદીએ કહ્યું કે અમેરિકાના લોકો રાષ્ટ્રપતિ ટ્રમ્પના સૂત્ર, 'મેક અમેરિકા ગ્રેટ અગેન' એટલે કે 'MAGA' થી પરિચિત છે. ભારતના લોકો પણ 2047 માં વિકસિત ભારતના દ્રઢ સંકલ્પ સાથે વારસા અને વિકાસના માર્ગ પર વિકાસ તરફ ખૂબ જ ગતિ અને શક્તિ સાથે આગળ વધી રહ્યા છે. અમેરિકન ભાષામાં, વિકસિત ભારતનો અર્થ થાય છે ભારતને ફરીથી મહાન બનાવો, એટલે કે 'MIGA'. જ્યારે અમેરિકા અને ભારત સાથે મળીને કામ કરે છે, એટલે કે 'MAGA' અને 'MIGA', ત્યારે તે બને છે - 'સમૃદ્ધિ માટે MEGA ભાગીદારી'. અને આ મહાશક્તિ આપણા લક્ષ્યોને નવો વ્યાપ અને અવકાશ આપે છે.
Reporter: admin







