સ્માર્ટ મીટર થી ઘરમાં વીજ વપરાશ લોકો જાણી શકશે તેનાથી વીજનું બચત કરી શકશે અને મેન્યુઅલ મીટરમાં વીજ કંપનીના માણસો જઈ નોંધણી કરતા જોકે સ્માર્ટ મીટર થકી મીટર જ પોતે ડેટા કંપની સુધી પહોંચાડશે જેનાથી એક્યુરેટ વીજ વપરાશ અને યુનિટ નો ભાવ નક્કી થશે.
એમજીવીસીએલના md તેજસ પરમાર સાથે વાતચીત કરતા તેમને જણાવશો સૌથી પહેલું સ્માર્ટ મીટર મારા ઘરે જ લગાવવામાં આવ્યું હતું. જે બે મહિના પહેલા હતું તેમાં તમામ રિચાર્જ સાથે કરી હતી. જોકે એમજીવીસીએલ ના ક્વોટર્સમાં પણ સ્માર્ટ મીટર સાથે ચેક મીટર લગાવવામાં આવ્યું છે. ચેક મીટરનું કામ એ હોય છે કે સ્માર્ટ મીટર અને તેની સરખામણીમાં બીજી એક મીટર લગાવવામાં આવે છે. જેનું જેનામાં ડીફરન્સ આવે છે કે નહીં તેનું નિરીક્ષણ કરતા હોય છે જોકે તમામ ચેક મીટર અને સ્માર્ટ મીટર નું રીડીંગ સરખું આવ્યું છે. જેથી લોકોની ફરિયાદ હતી કે સ્માર્ટ મીટરમાં લાઈટ બિલ વધુ આવતા હોવાનું સામે આવ્યું હતું. જેને એમડી તેજસ પરમારએ લોકોને અપીલ કરી છે. જો તમને સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવવાની ફરિયાદ તમે કરી રહ્યા છો તમે ચેક મીટર લગાવીને પણ આપીશું.
વીજ ભાવ તમામ રેગ્યુલેટિંગ ફોર્મ દ્વારા નક્કી કરવામાં આવે છે. જેથી mgvcl ક્યારે નક્કી કરતું નથી. વધુમાં એમડી તેજસ પરમારે જણાવ્યું સ્માર્ટ મીટરના તમામ ડેટા અમારા આઈટી સર્વરમાં છે. કોઈપણ પ્રકારના ભાવ વધારો અમારા દ્વારા કરવામાં આવતો નથી. હું ચેલેન્જ કરું છું તમામ ગ્રાહકોને કે જો તમારી પાસે કોઈ ફરિયાદ હોય છે તો અમારી પાસે લાવો અમે તે ચોક્કસ સોલ્વ કરીને આપીશું.જુના મીટર માં આપેલા તમામ ડિપોઝિટના નાના પાછા ગ્રાહકોને આપી દેવામાં આવ્યા છે. સ્માર્ટ મીટર લગાવવાના પહેલા જે જૂના મીટર લગાવવામાં આવ્યા હતા. તેનું બિલ 180 દિવસના અંદર ટુકડે ટુકડે લેવામાં આવે છે. ગરમી ના કારણે વીજ વપરાશમાં વધુ થયું છે. કુલ 23,000 વોલ્ટ આ ગરમીમાં વપરાયા છે. 34 લાખ જેટલા ગ્રાહકો વડોદરામાં છે. કોઈપણ વ્યક્તિ અમારા રેકોર્ડ્સના ચેક કરી શકે છે તમામ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ જવાબદારી પૂર્ણ કામ કરી રહ્યા છે.
Reporter: News Plus