વડોદરા: શહેરના વોર્ડ નંબર 16 ના ગણેશ નગર ડભોઇ રોડ ચાર રસ્તા પાસે વર્ષો થી સામાન્ય વરસાદ માં પાણી ભરાય છે.

કોર્પોરેશનના અધિકારી વોર્ડ નંબર 16 ના સ્થાનિક કોર્પોરેટ વર્ષોથી ગણેશ નગર ચાર રસ્તા માં પાણી ભરાતી સમસ્યા ની જાણ હોવા છતાં આજ દિન સુધી પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં નથી આવ્યો. જેના કારણે ગણેશ નગર સ્થાનિક જ નહીં પરંતુ વાહન ચાલકો માટે સમસ્યાનો વિષય બન્યો છે,ગણેશ નગર તેમજ ઋષિપાર્ક ના સ્થાનિકોએ કોર્પોરેશનમાં અવારનવાર રજૂઆતો કરી છે છતાં કોર્પોરેશનના એન્જિનિયર અને અધિકારીઓ માટે પડકારરૂપ પ્રશ્ન બન્યો છે

વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર સ્નેહલબેન પટેલ ઘનશ્યામભાઈ સોલંકીને અવારનવાર રજૂઆતો કરી છે પરંતુ કોર્પોરેટરો માત્ર સ્થળ પર પહોંચી ફોટા પડાવી પોતાની હાજરી પુરાવી સોશિયલ મીડિયા નો ઉપયોગ કરી પોતાની કામગીરી બતાવે છે. પરંતુ તેમની કામગીરી માત્ર ચોપડાઓ સુધી જ સીમિત છે. તે આ પાણી ભરેલા દ્રશ્યો દ્વારા સમજી શકાય છે.


Reporter: admin







