ડભોઇ : વરસાદ બંધ થયા ને 48 કલાક થઈ ગયા છતાં પણ છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારના લોકો પાણીમાં ડૂબેલા છે.

ડભોઇ નગરપાલિકા વિસ્તારમાં પાટણવાડીયા વિસ્તાર ભાથુજીનગર રાણાવાસ નો ખાડો અને નાનોદી ભાગોળ જેવા વિસ્તારના 100 જેટલા મકાનોમાં ઘૂસી ગયા છે,પાણી અનાજ પાણી અને ઘરવખરી સહિત જરૂરી સર સામાન પાણીમાં બગડ્યો છે.લોકો ઘરોમાંથી પાણી ખાલી કરે છે પરંતુ ફરી ઘરોમાં પાણી ભરાઈ જવાથી લોકો થાક્યા છે.ડભોઇ નગરપાલિકા દ્વારા વિસ્તારના પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થાના હોય જેના કારણે પાણી ઉતરતા નથી જેથી રહીશો પરેશાન થઈ ચૂક્યા છે.

પરિવારો છેલ્લા ત્રણ દિવસથી ખાવા પીવામાં તકલીફ વેઠવાની સાથે છોકરાઓ બાળકોને પલંગમાં લઈને બેસી રહેવું પડે છે.ડભોઇ નગરપાલિકા આ પાણીનો જલ્દી નિકાલ કરી આપે તેવી રહીશોની માંગ ઉઠવા પામી છે.ડભોઇ નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની જાણે પોલ ખુલી થઈછે.આવી પરિસ્થિતિ છતાં નગરપાલિકા તંત્ર મુલાકાત લેવા સુધ્ધા આવ્યું ન હોવાનો લોકોમાં રોષ ફેલાયો છે.




Reporter: admin







