News Portal...

Breaking News :

સાવલીના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયાં

2025-07-28 10:43:55
સાવલીના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયાં


સાવલી તાલુકામાં  1 ઇંચ વરસાદ સાથે સીઝનનો કુલ  459 મિમીવરસાદ ખાબક્યો



છેલ્લા 20 દિવસથી વરસાદે વિરામ લીધા બાદ સાવલી તાલુકામાં ઉકળાટ અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા. પરંતુ ધરતી પુત્રોને વરાપ મળતા પોતાના ખેતરોમાં વાવણી તરફ વળ્યા હતા. ખેતરો તૈયાર કરીને વરસાદની કાગડોળે રાહ જોતા હતા અને ગત રાત્રી દરમિયાન બે વાગ્યાથી સતત વરસાદ શરૂ થયો હતો. ગત રાત્રિના 2થી તા 27 જુલાઈ બપોરે ૩ વાગ્યા સુધી 1 ઇંચ વરસાદ નોંધાયો હતો અને મોસમનો કુલ વરસાદ 459 મિલિમિટર નોંધાયો હતો. ખેતરો જળબંબોળ બન્યા હતા.સાવલી , ગોઠડા , લસુન્દ્રા , ઉદલપુર, વરસડા, સાઢાસાલ, વાલાવાવ અને ડેસર સહિતના ગામોમાં મોડી રાત્રી દરમિયાન મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી. 


સાવલી નગર માં માર્ગ ઉપર પાણી વહેતા જોવા મળ્યા હતા. સાવલી તાલુકામાં ગત રાત્રિના 2 વાગ્યાથી રવિવારે બપોરે 3 વાગ્યા સુધી 1 ઈંચ વરસાદ વરસ્યો છે.કયાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.જેને કારણે સમગ્ર પંથકમાં તાજગીભર્યો વરસાદી માહોલ છવાયો છે. અને વાત વરણમાં ઠંડક પ્રસરી છે.દિવસભર આકાશમાં વાદળોના ગાઢ ડીંબાગો વચ્ચે અંધારું છવાયું હતું અને વેળાવેળાએ થતા ઝાપટાંએ વાતાવરણમાં ઠંડક પેદા કરી હતી. ખેતીકામ માટે આ વરસાદ ખેડુતો માટે આશાજનક માનવામાં આવી રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 24 કલાકમાં પણ એવા જ પ્રકારની હળવાથી મધ્યમ ઝાપટાવાળાં વરસાદની શક્યતા એલી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી મોજથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Reporter: admin

Related Post