સમા પોલીસનું કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પ્રેરણાદાયી કાર્ય જોવા મળ્યું...

અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીનો શહેરીજનો અનુભવ કરી રહ્યા છે.સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અસહ્ય તાપ અનુભવાઇ રહ્યો છે. લોકો તો પોતાની રીતે ગરમીથી બચવાના પ્રયાસો કરી લે છે પણ ગરમીમાં મૂંગા પશુ પક્ષીઓની હાલત ખરાબ થઇ જતી હોય છે. વડોદરા શહેર સમા પોલીસનું કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પ્રેરણાદાયી કાર્ય જોવા મળ્યું છે. પોલીસ દ્વારા લોકોને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરાયું છે જેથી પશુ પક્ષીઓને ગરમીમાં પણ પાણી મળી રહે. લોકોને પણ પશુ પક્ષી માટે પાણીના કુંડા મુકવા માટે અપીલ કરાઇ છે




Reporter: admin