શહેરના ગંગોત્રી ચાર રસ્તા નજીક પાણીની લાઈનમાં ભંગાણ થયું હતું જેના કારણે પાણીનો ફેરફાર થતો હતો સ્થાનિક નગરસેવકના ધ્યાન પર આ બાબત આવતા તેઓએ આ સમારકામ કરાવ્યું હતું
શહેરના ગંગોત્રી ચાર રસ્તા પાસે છેલ્લા કેટલાય સમયથી પાણી આવતું ન હતું. ગેસ લઈને કામગીરી ચાલી રહી હતી જેના માટે ખોદકામ કરવામાં આવ્યું હતું અને તેના કારણે પાણીની લાઈનમાં ડ્રીલ થઈ જતા હજારો લિટર પાણી વેડફાઈ ગયું હતું અને તેના કારણે આસપાસના વિસ્તારના લોકોને પીવાનું પાણી મળી રહ્યું નહોતું. આ બાબત સ્થાનિક કોર્પોરેટર જાગૃતિ કાકાના ધ્યાન ઉપર આવતા તેઓએ પાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી અને તાત્કાલિક ધોરણે અધિકારીઓને બોલાવી સમારકામની કામગીરી કરાવવામાં આવી હતી તાત્કાલિક સમારકામ થવાના કારણે સ્થાનિકોને હવે પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
Reporter: News Plus