News Portal...

Breaking News :

વોર્ડ નંબર 15 સંગઠનની ટીમ દ્વારા વિવિધ સેવાલક્ષી કેમ્પનું આયોજન

2025-07-20 18:05:21
વોર્ડ નંબર 15 સંગઠનની ટીમ દ્વારા વિવિધ સેવાલક્ષી કેમ્પનું આયોજન



વડોદરા: ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર 15 સંગઠનની ટીમ દ્વારા વિવિધ સેવાલક્ષી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

સેવા એ જ સંકલ્પના અભિગમ સૂત્ર સાથે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર ના માર્ગદર્શન હેઠળ ઇલેક્શન વોર્ડ નંબર 15 ના સંગઠનની ટીમ દ્વારા આવક ના દાખલા, રેશનકાર્ડ ઇ કેવાઇસી, 70 વર્ષથી ઉપરના લોકો માટે વય વંદના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ કાર્યક્રમ ઉપક્રમે વડોદરા શહેર વાડી વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી મનિષાબેન વકીલ ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડના તમામ કાર્યકર્તાઓ દ્વારા કેમ્પમાં આવતા તમામ રાહદારીઓને વ્યવસ્થિત લાભ મળી રહે એ હેતુસર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.

Reporter: admin

Related Post