વડોદરા મહાનગરપાલિકાના કેટલાક કાઉન્સિલરને વિવાદમાં રહેવાનું પસંદ હોય તેમ લાગે છે.વોર્ડ 15ના નગરસેવક આશિષ જોષીએ આજે કોર્પોરેશનના કમ્પાઉન્ડમાં જ સ્થાયી સમિતિના ચેરમેનના ડ્રાઈવરને લાફો ઝીંકી દીધો હતો. જો કે આ ઘટના બાદ પાલિકામાં ભારે વિવાદ સર્જાયો હતો.
આજે કોર્પોરેશનના કમ્પાઉન્ડમાં ઘટેલી એક ઘટના બાદ તેઓ પુનઃ વિવાદમાં આવ્યા છે. સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીના ડ્રાઇવર રણછોડ ભરવાડ પોતાના વિસ્તારમાં તળાવની સાફ સફાઈ અંગે રજૂઆત કરવા કોર્પોરેર આશિષ જોષી પાસે ગયા હતા. જો કે આ મુદ્દે કોઈ રક્ઝક થઇ અને બંને તરફે કોઈ કોમેન્ટ પાસ થતા આશિષ જોષીએ રણછોડ ભરવાડને લાફો ઝીંકી દીધો હતો. જેના પગલે કમ્પાઉન્ડમાં અન્ય ડ્રાઈવર અને કાઉન્સિલર પણ જમા થઇ ગયા હતા. કોર્પોરેટર આશિષ જોષીએ સ્થાયી સમિતિના ચેરમેનને પણ તેઓના ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ કરી કે તે એલફેલ બોલે છે. એક તબક્કે કોર્પોરેશનનું કમ્પાઉન્ડ સમરાંગણ હોય તેમ લાગી રહ્યું હતું. આ અંગે ડ્રાઈવર રણછોડ ભરવાડે જણાવ્યું હતું કે મારા વિસ્તારમાં તળાવની સાફસફાઈ નથી થઇ અને તેના કારણે ચોમાસામાં તળાવમાંથી પાણી ઉભરાઈ બહાર આવે છે
તે અંગે રજૂઆત કરવા ગયો હતો. તેમને મને શાંતિ રાખવા કહ્યું અને બાદમાં એલફેલ વાત કરવા લાગ્યા મેં તેમને રોકાતા તેઓએ મને લાફો મારી દીધો. તો નગરસેવક આશિષ જોષીએ જણાવ્યું હતું કે ચેરમેનને રજૂઆત બાબતે મળવા આવ્યો હતો જતી વખતે એક ફાલતુ વ્યક્તિએ કોર્પોરેટર પાર આરોપ લગાવતો હતો. પછી ખ્યાલ આવ્યો કે ડ્રાઈવર હતો અને અહીં બધા કાઉન્સિલર ઉભા હતા, દંડક પણ હતા તેઓની સામે બીભત્સ વર્તન કરી કોર્પોરેટરને જેમ તેમ બોલે તે ન શાખી લેવાય. આ અંગે અમે ચેરમેનનું પણ ધ્યાન દોર્યું છે.
Reporter: News Plus