વડોદરા: પોલીસની ટીમે એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવનાર વોન્ટેડ આરોપીને સમતા વિસ્તારની ઝાડીઓમાંથી ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી ઝડપી પાડયો છે.
ભરુચથી ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા સાબીર શેખને પોલીસે તાંદલજાના રિલાયન્સ મોલ પાછળથી ૯.૩૩ લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડતાં સમતાની સરદાર હાઇટ્સ ખાતે રહેતા સાગર સુથારે(મૂળ રહે.વણા ગામ,વઢવાણ)ડ્રગ્સ મંગાવ્યું હોવાની વિગતો ખૂલી હતી.જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.સાગરને શોધવા માટે પોલીસ દોડધામ કરી રહી હતી તે દરમિયાન સાગર કલ્પેશભાઇ સુથાર તેના કાકાને ત્યાં સમતા સ્વામી વિવેકાનંદ હાઇટ્સની પાછળ શ્રી ફ્લેટવાળા મકાનની આસપાસની ઝાડીઓમાં દિવસે છુપાતો હોવાની વિગતો મળી હતી.જેથી એસઓજીની ટીમે ડ્રોન મારફતે સર્ચ કરતાં આરોપી કેમેરામાં દેખાયો હતો. જેથી પોલીસે ગ્રાઉન્ડને કોર્ડન કર્યું હતું અને ડ્રોન મારફતે પીછો કરી તેને દબોચી લીધો હતો.
Reporter: admin







