News Portal...

Breaking News :

વાડી પોલીસે જુગાર ધામના સંચાલક સહિત 10 જુગારીઓને ઝડપી પાડયા

2025-04-15 16:29:30
વાડી પોલીસે જુગાર ધામના સંચાલક સહિત 10 જુગારીઓને ઝડપી પાડયા


વડોદરા : વાડી વિસ્તારના મોટી વહોરવાડમાં ચાલતા જુગારધામ પર વાડી પોલીસે દરોડો પાડીને જુગારધામના સંચાલક સહિત 10 જુગારીઓને ઝડપી પાડયા હતા.



વાડી પોલીસનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, વાડી મોટી વ્હોરવાડમાં મોટી મસ્જીદની સામે હેર કટિંગ સલૂનની આગળ ગલીમાં સલીમ લાબડો ઉર્ફે સૈયદ જુગાર રમાડે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા સલીમ લાબડો તથા અન્ય 9 જુગારીઓ મળી આવ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા 17,500 રૂપિયા, 6 મોબાઇલ ફોન મળી કુલ 48,550 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. 


પકડાયેલા જુગારીઓમાં (1) મહોમદસલીમ બડેસાબ સૈયદ (રહે. ખદીજા એપાર્ટમેન્ટ, વાડી, વહોરવાડ) (2) મહોમદહુસેન આબેદીનભાઇ રંગવાલા (રહે.સોરંગવાલા બિલ્ડિંગ, વાડી,બદ્રી મહોલ્લો) (3)રોનકઅલી સફીભાઇ ટીનવાલા (રહે.મારૂ ફળિયા, વાડી) (4) અકબર ફિદાઅલી ટીનવાલા (રહે.સુલતાના મંજીલ, બદ્રી મહોલ્લો, વાડી) (5) બદરૂદ્દીન સુમસુદ્દીન ફેન્સીવાલા (રહે. વુડાના મકાનમાં, ડભોઇ રોડ) (6) મુસ્લિમભાઇ ગુલામહુસેન ગોલીમાર (રહે. અલવી બેંકની બાજુમાં, વાડી) (7) લીયાકત મોહમદઅલી પેટીવાલા (રહે. પેટીવાલા મેન્સન, બદ્રી મહોલ્લો, વાડી) (8) બદરૂદ્દીન સુલતાનઅલી પેટીવાલા (રહે. બાગે અલી બિલ્ડિંગ, બદ્રી મહોલ્લો, વાડી ) તથા (9) શબ્બીરહુસેન સુલેમાનભાઇ બરોડાવાલા (રહે. અમી પાર્ક સોસાયટી, રામ પાર્ક, આજવા રોડ ) તથા (10) મોહમદહુસેન અબ્દુલગની મનસુરી (રહે.ખાટકીવાડ, મોગલવાડા, વાડી) નો સમાવેશ થાય છે.

Reporter: admin

Related Post