News Portal...

Breaking News :

રાણી લક્ષ્મીબાઈ જન્મ જયંતી નિમિત્તે VMC દ્વારા રાણી લક્ષ્મીબાઈને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

2025-11-19 11:10:52
રાણી લક્ષ્મીબાઈ જન્મ જયંતી નિમિત્તે VMC દ્વારા રાણી લક્ષ્મીબાઈને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી


રાણી લક્ષ્મીબાઈની જન્મ જયંતી નિમિત્તે પાલિકા દ્વારા સુભાનપૂરા વિસ્તારમાં આવેલ ઝાંસી કી રાણી ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. 



વીરતા અને બલિદાનના પ્રતીક એવાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમને ભાવભીની અંજલિ આપવામાં આવી હતી.શહેરના સુભાનપુરા ઝાંસી રાણી સર્કલ ખાતે આયોજિત ગૌરવવંદન કાર્યક્રમમાં મેયર પિન્કી સોની ડેપ્યુટી કમિશ્નર સુરેશ તુવેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવત્સવ પદાધિકારીઓ કોર્પોરેટર શ્રીરંગ આયરે પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે તૅમજ કોર્પોરેટરો સ્કૂલના બાળકો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. 


સૌએ રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને આઝાદીના સંગ્રામમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું.આ પ્રસંગે મહાનુભાવોએ રાણી લક્ષ્મીબાઈના જીવન, તેમની અદમ્ય હિંમત અને હું મારી ઝાંસી નહીં દઉંના સંકલ્પને યાદ કરીને યુવાનોને તેમના આદર્શો અપનાવવા પ્રેરણા આપી હતી. VMC દ્વારા આયોજિત આ કાર્યક્રમ દેશની વીરાંગના પ્રત્યે શહેરના આદર અને ગૌરવની લાગણીને વ્યક્ત કરે છે. આ પુષ્પાંજલિ અર્પણ વિધિ દેશભક્તિના માહોલમાં સંપન્ન થઈ હતી.

Reporter: admin

Related Post