News Portal...

Breaking News :

દિલ્હી - મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચ નજીક ટ્રાફિક જામના દ્રશ્યો

2024-10-30 19:09:07
દિલ્હી - મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચ નજીક ટ્રાફિક જામના દ્રશ્યો


વડોદરા : દિવાળી અને વિક્રમ સંવતના નુતન પર્વને લઈને લોકો માદરે વતન જઈ રહ્યા છે ટ્રેનો, બસો અને ખાનગી વાહનોમાં ભરચક ભીડ જોવા મળી રહી છે. 


રાષ્ટ્રીય ધોરીમાર્ગ દિલ્હી-મુંબઈ 9 લેન એક્સપ્રેસ વે પર ભરૂચ - વડોદરા સેકશન પર ટોલ શરૂ થતાં જ દિવાળી ટાણે 3 કિમી લાંબો ટ્રાફિકજામ ભરૂચ ખાતે જોવા મળ્યો છે.દિવાળીના તહેવારના સમયમાં ભરૂચ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો કલાકો અટવાયા હતા.દિવાળીના તહેવાર સમયે નવનિર્મિત દિલ્હી - મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચ નજીક ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.દિવાળીના તહેવાર સમયે નવનિર્મિત દિલ્હી - મુંબઈ એક્સપ્રેસ વે પર ભરૂચ નજીક ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.


ભરૂચના દેહગામ નજીક એક્સપ્રેસ- વે પર પ્રવેશવા માટે ટોલ પ્લાઝા ઉભુ કરવામાં આવ્યું છે. જ્યાંથી ભરુચ તરફ 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી.દિવાળીના તહેવારના કારણે વાહનોનો ઘસારો વધતા એક્સપ્રેસ હાઈવે પર ભરૂચ તરફ ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.દોઢ થી બે કલાક સુધી વાહનોની લાઈનો લાગ્યા બાદ ટોલ પ્લાઝા પર ધીમી કામગીરીને લઈ ૨૦ થી ૩૦ મિનિટ સુધી વાહન ચાલકોને પસાર થતા સમય લાગી રહ્યો છે.ભરૂચ - વડોદરા સેકશન પર દહેગામ ટોલ પ્લાઝા પર ટોલ વસુલવાની પ્રોસેસ મંદગતિએ થતી હોવાના વાહન ચાલકો આક્ષેપ કરી રહ્યા છે.પ્રોસેસ મંદ ગતિએ થતા વાહનોની ગતિ અવરોધાય છે જેના પગલે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.

Reporter: admin

Related Post