નાગપુર : મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર હટાવવા મુદ્દે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હિન્દુ સંગઠનો કબરને હટાવવાની માંગ કરી રહ્યા છે.
એવામાં ગઈકાલે બજરંગ દળ દ્વારા ઔરંગઝેબનું પૂતળું સળગાવાયું હતું. જોકે બાદ ધર્મગ્રંથ સળગાવવાની અફવા બાદ હિંસા ફાટી નીકળી હતી. હિંસામાં અનેક પોલીસ જવાનો ઘાયલ પણ થયા છે. સોમવારે સાંજે ગણેશપેઠ વિસ્તારમાં પવિત્ર ગ્રંથ સળગાવવાના આરોપ સાથે એક ફરિયાદ પણ નોંધાવાઈ. જે બાદ વિવિધ વિસ્તારોમાં ધીમે ધીમે ભીડ એકત્ર થવા લાગી અને હિંસાની શરૂઆત થઈ. નાગપુરના ઓલ્ડ ભંડારા રોડ પાસે હંસપુરી વિસ્તારમાં રાત્રિના 10.30થી 11.30ની વચ્ચે અનિયંત્રિત ભીડે અનેક વાહનોને આગના હવાલે કર્યા.
અનેક ઘરો તથા ક્લિનિકમાં પણ તોડફોડ કરવામાં આવી. પોલીસે મહાલ વિસ્તારમાં થયેલી હિંસામાં તાત્કાલિક તપાસ હાથ ધરીને 15 લોકોની અટકાયત કરી છે. ભીડને ભગાવવા માટે પોલીસે અહીં લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને શાંતિ બનાવી રાખવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, 'નાગપુર એક શાંતિપૂર્ણ શહેર છે તથા આ શહેર હળીમળીને રહેવા માટે જાણીતું છે. કોઈ પણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપશો. અમે સતત પોલીસના સંપર્કમાં છીએ અને તમે પણ તંત્રનો સહયોગ કરો.' પોલીસે મહાલ વિસ્તારમાં થયેલી હિંસામાં તાત્કાલિક તપાસ હાથ ધરીને 15 લોકોની અટકાયત કરી છે. ભીડને ભગાવવા માટે પોલીસે અહીં લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને શાંતિ બનાવી રાખવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, 'નાગપુર એક શાંતિપૂર્ણ શહેર છે તથા આ શહેર હળીમળીને રહેવા માટે જાણીતું છે.
Reporter: admin







