News Portal...

Breaking News :

રાજધાની ઢાકામાં હિંસા ભડકી ઉઠી ભારતીય હાઈ કમિશનના કાર્યાલય પર પથ્થરમારો

2025-12-19 12:10:45
રાજધાની ઢાકામાં હિંસા ભડકી ઉઠી ભારતીય  હાઈ કમિશનના કાર્યાલય પર પથ્થરમારો


ઢાકા : બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર વિરુદ્ધના આંદોલનના મુખ્ય ચહેરા અને ભારત વિરોધી આકરી બયાનબાજી માટે જાણીતા શરીફ ઉસ્માન હાદીનું ગુરુવારે સિંગાપુરમાં મોત થયું છે. 



હાદીના મોતના સમાચાર ફેલાતાની સાથે જ રાજધાની ઢાકામાં હિંસા ભડકી ઉઠી હતી. ઉશ્કેરાયેલા પ્રદર્શનકારીઓએ દેશના બે મોટા અખબારો 'પ્રથમ આલો' અને 'ડેઇલી સ્ટાર'ની ઓફિસોમાં તોડફોડ કરી આગ લગાવી દીધી હતી, જ્યારે રાજશાહીમાં અવામી લીગના કાર્યાલયને પણ આગને હવાલે કરી દીધું હતું. આ દરમિયાન, દેશમાં વણસી રહેલી સ્થિતિને જોતાં વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.મળતી માહિતી મુજબ, હાદીના મોતના સમાચાર મળતા જ હજારો લોકો ઢાકાના શાહબાગ ચોક પર એકઠા થયા હતા અને રસ્તા જામ કરી દીધા હતા. પ્રદર્શનકારીઓએ સરકાર પર હાદીની સુરક્ષામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો અને જોતજોતામાં પ્રદર્શન હિંસક બની ગયું. 


ઉપદ્રવીઓએ સૌથી પહેલા કરવાન બજારમાં આવેલી 'પ્રથમ આલો'ની ઓફિસ પર હુમલો કર્યો, જ્યાં ફર્નિચર અને દસ્તાવેજોને બહાર ફેંકીને આગ લગાવી દેવાઈ. ત્યારબાદ 'ડેઇલી સ્ટાર'ની ઓફિસને પણ નિશાન બનાવી આગ ચાંપી દીધી.હિંસા આટલેથી જ ન અટકતા, ગુરુવારે મોડી રાત્રે પ્રદર્શનકારીઓ ચટગાંવમાં ભારતીય હાઈ કમિશનના કાર્યાલય બહાર એકઠા થયા અને ઓફિસ પર પથ્થરમારો કર્યો. આ દરમિયાન, 'ભારતીય આક્રમણને ધ્વસ્ત કરો!' અને 'લીગવાળાઓને પકડીને મારો!' જેવા ભારત-વિરોધી અને અવામી લીગ-વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા.

Reporter: admin

Related Post