ડભોઇ: તાલુકાના મંડાળા ગામે થી ગ્રામજનોએ ગેરકાયદેસર લાકડાનો જથ્થો પકડ્યો હતો.ગામની સીમમાંથી ગેરકાયદેસર લાકડા ભરેલો ટેમ્પો પકડાતા ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો.

ગ્રામજનોએ વન વિભાગને કરી ઘટના ની જાણ કરી હતી.અનેક વખત ગામની સીમમાંથી લાકડાની ચોરી થાય છે.ડભોઇ તાલુકાના અનેક વિસ્તારોમાંથી મોટા પાયે ગેરકાયદે લાકડા કટીંગ નો ધમધમતો વેપલો થયા છે.

વન વિભાગ અને તંત્રની ઢીલી નીતિના કારણે લાકડા ચોરોને મોકળું મેદાન મળ્યું છે.રાત્રે અને વહેલી સવારે નાના મોટા વાહનો દ્વારા ગેરકાયદેસર લાકડાની હેરાફેરી થાય છે છતાં વન વિભાગ નિંદ્રાધીન રહે છે.

Reporter: admin