જૂની જીથરડી ગામના લાભાર્થીઓએ જનકલ્યાણકારી યોજનાના લાભ બદલ સરકારને ધન્યતા ભાવ પ્રગટ કર્યો

વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભો અર્પણ કરાયા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૪ વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો અને ત્યારથી સપનાંઓથી સમૃદ્ધિની વણથંભી વિકાસયાત્રા શરૂ થઈ. જે અંતર્ગત વિકાસ સપ્તાહના ત્રીજા દિવસે કરજણ તાલુકાના જુની જીથરડી ખાતે વિકાસ રથ આવી પહોંચ્યો હતો.કરજણ તાલુકાના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલની અધ્યક્ષતામાં જુની જીથરડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અવિરત ચાલતી વિકાસ યાત્રામાં કરજણ તાલુકાને અનેક વિકાસના કામો મળ્યા છે. જે અંતર્ગત છેલ્લા વર્ષોમાં ૭૦ થી વધુ શાળાઓ અને ૩૦ થી ૩૫ ગ્રામપંચાયતોની નવીન ઇમારતોના લોકાર્પણ થયા છે. આ સાથે રોડ રસ્તાઓમાં વડોદરા જિલ્લામાં કરજણ તાલુકામાં નોંધપાત્ર ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત્વ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મીનાક્ષીબેન ચૌહાણે જણાવ્યું કે, આયુષ્માન યોજનાનો લાભ મેળવવા માટે તાત્કાલિક આયુષ્માન કાર્ડ કઢાવવા કરતા અગાઉ થી કાર્ડ કઢાવી લેવું જોઈએ. આ સાથે આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓએ લાભ મેળવવા માટે હોસ્પિટલની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં નોંધાયેલ સારવાર વિશે જાણકારી મેળવવી જોઈએ.આ સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત આયુષ્યમાન કાર્ડના લાભાર્થીને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ગામના વિવિધ યોજનાના લાભાર્થીઓએ સરકારી યોજના અંગે પોતાના સુખદ અનુભવ લોકો સમક્ષ રજૂ કર્યા હતા.વિકાસ સપ્તાહ અંતર્ગત આઈ.સી.ડી.એસ. પોષણક્ષમ વાનગીઓનું નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું. આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ અવસરે જૂની જીથરડી ગામ ખાતેથી ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.તદુપરાંત ઉપસ્થિત તમામ લોકો વિકસિત ભારત અને કુપોષણ મુક્ત ભારત માટે સંકલ્પબદ્ધ થયા હતા. સાથે જ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ અને સફાઈ કર્મ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, સરપંચ, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા તથા તાલુકા પંચાયતની વિવિધ સમિતિના સભ્યશ્રીઓ, તલાટી, પદાધિકારીઓ, વિવિધ યોજનાના લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.








Reporter:







