પશ્ચિમ રેલવે ના વરિષ્ઠ મહાપ્રબંધકે પારદર્શિતા સાથે સિસ્ટમ સુધારણા પર ભાર મૂક્યો
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2025 સુધી "સતર્કતા: આપણી સહિયારી જવાબદારી" થીમ પર 'સતર્કતા જાગૃતા સપ્તાહ' ઉજવવામાં આવી રહ્યો છે.

આ સંદર્ભમાં પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના મંડળ કાર્યાલયના કોન્ફરન્સ રૂમમાં સતર્કતા જાગરૂકતા અંગે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને પશ્ચિમ રેલવેના વરિષ્ઠ ઉપ મહાપ્રબંધક શ્રી કુલદીપ કુમાર જૈને સંબોધન કર્યું હતું. તેમણે મંડળના અધિકારીઓને ભારતીય રેલવેમાં સેવાઓ અને કાર્યમાં પારદર્શિતા અને સિસ્ટમ સુધારણા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.વડોદરા મંડળના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેના દ્વારા જારી કરાયેલી એક પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ, પશ્ચિમ રેલવે ના વરિષ્ઠ ઉપ મહાપ્રબંધક કુલદીપ કુમાર જૈને વરિષ્ઠ સતર્કતા અધિકારીઓ સાથે આજે વડોદરા મંડળમાં વડોદરાની મુલાકાત લીધી હતી.
સતર્કતા જાગરૂકતા સપ્તાહ અવસર પર મંડળ કાર્યાલયમાં પશ્ચિમ રેલવે ના વરિષ્ઠ ઉપ મહાપ્રબંધક કુલદીપ કુમાર જૈનના માર્ગદર્શન હેઠળ અને મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકેના અધ્યક્ષતામાં સતર્કતા જાગરૂકતા મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં શ્રી જૈને વિવિધ વિભાગોમાં સિસ્ટમ સુધારાઓના અમલીકરણની સ્થિતિ અંગે મંડળના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી. આ બેઠક પહેલા, પશ્ચિમ રેલવેના વરિષ્ઠ ઉપ મહાપ્રબંધક જૈને લોકો શેડનું નિરીક્ષણ પણ કર્યું અને શેડના અધિકારીઓ,સુપરવાઇઝર અને કર્મચારીઓ સાથે સતર્કતા વિષય પર કાઉન્સેલિંગ કર્યું હતું.સતર્કતા અંગે જાગરૂકતા લાવવા માટે આજે સવારે મંડળ રેલ પ્રબંધક કાર્યાલય, પ્રતાપનગર થી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પશ્ચિમ રેલવેના વરિષ્ટ ઉપ મહાપ્રબંધક કુલદીપ કુમાર જૈન અને વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક રાજુ ભડકે સહિત વરિષ્ઠ અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ભ્રષ્ટાચાર સામે એકતાનો સંદેશ ફેલાવ્યો હતો.
Reporter: admin







