News Portal...

Breaking News :

ગણેશ ગોંડલ અને ગુજરાતના પાટીદાર નેતાઓ વચ્ચે શાબ્દિક વોર : તમે સામૈયુ લઇને મેં કીંધુ તે પ્રમાણે તૈયાર રહેજો.

2025-04-27 12:16:28
ગણેશ ગોંડલ અને ગુજરાતના પાટીદાર નેતાઓ વચ્ચે શાબ્દિક વોર : તમે સામૈયુ લઇને મેં કીંધુ તે પ્રમાણે તૈયાર રહેજો.


રાજકોટ: ગોંડલમાં અલ્પેશ કથીરિયા અને ગણેશ જાડેજાની પોસ્ટ વાયરલ થઈ છે. ‘27 એપ્રિલે અલ્પેશ કથીરિયા ગોંડલ આવશે’ તેવી પોસ્ટ વાયરલ થઈ છે. ગોંડલને બદનામ કરનાર લોકોનું સ્વાગત કરવા તૈયાર તેવી ગણેશ જાડેજાની પોસ્ટ વાયરલ થઈ છે. બંનેના સમર્થકોએ પણ સામસામે પોસ્ટ કરી છે. 



ગોંડલમાં ફરીથી રાજકારણ ગરમાયું છે. ગણેશ ગોંડલ અને ગુજરાતના પાટીદાર નેતાઓ વચ્ચે શાબ્દિક વોર ચાલી રહ્યો છે. આવામાં અલ્પેશ કથીરિયા અને ગણેશ જાડેજાની પોસ્ટ વાયરલ થઈ છે. 27 એપ્રિલે અલ્પેશ કથીરિયા ગોંડલ આવશે તેવી પોસ્ટ વાયરલ થઈ છે. તો જ્યારે ગોંડલને બદનામ કરનાર તેમજ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા ગોંડલ તૈયાર તેવી ગણેશ જાડેજાની પોસ્ટ પણ વાયરલ થઈ છે. ત્રણ દિવસ પહેલા ગોંડલના સુલતાનપુર ગામે ગણેશ જાડેજાનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. સુલતાનપુર ગામે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના સમર્થનમાં જનાક્રોશ સભાનું આયોજન કરવામા આવ્યું હતું. તો પાટીદાર આગેવાનો દ્વારા ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. આ શક્તિ પ્રદર્શનમાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા. ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલને આડે હાથ લીધા હતા. ગણેશ જાડેજાએ કહ્યું હતું કે, સુરતમાં બેસેલા ક્રાંતિકારી કીડાઓ સુધી આ વાત પહોંચવી જોઈએ. તેણે અલ્પેશ કથીરિયાનું નામ લઈને કહ્યું હતું કે, તારા પર 14-14 પાટીદાર દીકરાઓના મૃત્યુનું પાપ છે, પહેલા એ ધો પછી ગોંડલ આવજે. ગણેશની ગાડી અડધી રાત્રે ગોંડલ તાલુકામાં જોવા મળશે,માં નું ધાવણ પીધું હોય તો આવી જજો મેદાનમાં. 


MLA પુત્ર ગણેશ ગોંડલે બે દિવસ પહેલાં આડકતરી રીતે અલ્પેશ કથિરિયા અને વરૂણ પટેલને ગોંડલ આવવાની વાત કરી હતી. જેને લઇને હવે અલ્પેશ કથિરિયાએ ચેલેન્જ સ્વીકારતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે “ગોંડલ, સ્વાગતની કરો તૈયારી”... આખા ગોંડલમાં ફરવા આવીએ છીએ. તો બીજી તરફ વરૂણ પટેલે કહ્યું હતું કે ગોંડલમાં પાટીદાર યુવક પર અત્યાચાર થયો. ગુજરાત સરકાર ગુંડાઓ સામે અભિયાન ચલાવે છે તો ગોંડલમાં પણ આવું અભિયાન ચલાવાય.સુલતાનપુરથી ફેંકાયેલા પડકારને સ્વીકારી આજે 27 એપ્રિલને રવિવારના રોજ અલ્પેશભાઇ કથિરિયાની આગેવાનીમાં અમે લોકો ગોંડલમાં ફરવા આવીએ છીએ. અપેક્ષા એવી પણ છે તમે તમારા પપ્પાને કહી... નગરપાલિકાનો ટેકો લઇ જેસીબીથી રોડ ખોદી  ન નાખતા... ખાડા ખોદી ન નાખતા. જેવી રીતે દલિત સમાજના આગમન વખતે કર્યું હતું. ગોંડલના દરવાજે મહેમાનોના સ્વાગત માટે તમે સામૈયુ લઇને મેં કીંધુ તે પ્રમાણે તૈયાર રહેજો. રાત્રે 2 વાગે નહી પણ ધોળે દિવસે તમને દેખાય તે રીતે ગોંડલમાં આવી રહ્યા છીએ.

Reporter: admin

Related Post