News Portal...

Breaking News :

વડોદરાના તરવૈયાઓ મનદીપ અને સારાહનો CBSE વેસ્ટ ઝોન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ડંકો

2025-08-22 15:35:00
વડોદરાના તરવૈયાઓ મનદીપ અને સારાહનો CBSE વેસ્ટ ઝોન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ડંકો


ભોપાલમાં યોજાયેલી CBSE ક્લસ્ટર વેસ્ટ ઝોન સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં આ નવયુવાનોએ ૩ સુવર્ણ અને ૭ રજત પદક જીત્યા


તાજેતરમાં ભોપાલમાં યોજાયેલી CBSE ક્લસ્ટર વેસ્ટ ઝોન સ્વિમિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી આ ચેમ્પિયનશિપમાં વડોદરા શહેરના બે  તરવૈયાઓ મનદીપસિંહ સંધા અને સારાહ સરોહાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વડોદરા અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધા તા. ૪ થી ૮ ઑગસ્ટ, ૨૦૨૫ દરમિયાન એન.આર.આઈ. ગ્લોબલ ડિસ્કવરી સ્કૂલ, ભોપાલ ખાતે યોજાઈ હતી. ઉર્મી સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થી મનદીપસિંહ સંધાએ અંડર-૧૯ કેટેગરીમાં પોતાના કૌશલ્યનો પરિચય કરાવતા ૩ સુવર્ણ અને ૨ રજત પદકો જીત્યા છે. બીજી તરફ, દિલ્હી પબ્લિક સ્કૂલ, કલાલીની ઉત્કૃષ્ઠ તરવૈયા સારાહ સરોહાએ અંડર-૧૭ કેટેગરીમાં ૫ રજત પદકો જીતીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. 


બંને યુવાનોની આ અદ્ભુત સિદ્ધિ ખરેખર પ્રશંસાને પાત્ર છે. આ બંને ખેલાડીઓની સફળતા બાદ હવે તેમની પસંદગી CBSE નેશનલ સ્વિમિંગ ચેમ્પિયનશિપ માટે થઈ છે. તેઓ હવે રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.મનદીપ અને સારાહ, બંને વડોદરાના સમા ઇનડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હેઠળ તાલીમ મેળવી રહ્યા છે. તેમના આ પ્રભાવશાળી પ્રદર્શનનો શ્રેય તેમના કોચ વિવેકસિંહ બોરલિયા અને કૃષ્ણા પંડ્યાને જાય છે. આ ઉપરાંત, ટ્રેનર્સ સુબોધ કુમાર અને બિપિન કુમારે પણ તેમની તૈયારીમાં ખૂબ મદદરૂપ સાબિત થયા છે.મનદીપ અને સારાહની આ સિદ્ધિ તેમના માતા-પિતા, કોચ અને શાળાઓ માટે તો ગૌરવની વાત છે પરંતુ તેમની આ સિદ્ધિ ગુજરાતના અન્ય યુવા ખેલાડીઓ માટે પણ પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.

Reporter: admin

Related Post