News Portal...

Breaking News :

વડોદરા પોલીસ અધિક્ષક સરોજ કુમારી IPS દ્વારા બઢતી મેળવેલ પોલીસ ઇન્સ્પેક્ટરઓની તેમના પરિવારજનોની

2024-12-16 14:46:49
વડોદરા પોલીસ અધિક્ષક સરોજ કુમારી IPS દ્વારા બઢતી મેળવેલ પોલીસ ઇન્સ્પેક્ટરઓની તેમના પરિવારજનોની


રાજય પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી/કર્મચારીઓનું સંવર્ગ વાઇઝ સમયસર બઢતી મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.


આ હેતુસર આજરોજ પશ્ચિમ રેલ્વે વડોદરા યુનિટના પોલીસ અધિક્ષક સરોજ કુમારી,IPS દ્વારા મુખ્ય મથકના વાયરલેસ વિભાગ ખાતે ફરજ બજાવતા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર નિખિલકુમાર ડી.પરમારને પોલીસ ઇન્સ્પેકટર (વાયરલેસ) તરીકે બઢતી મળતા પોલીસ અધિકારીમાં કામગીરી કરવાની અને જવાબદારી સ્વીકરવાની પ્રેરણા મળે તેવા ઉમદા હેતુસર યુનિટના અન્ય પોલીસ અધિકારી/કર્મચારીઓ તથા બઢતી મેળવેલ અધિકારીના પરિવારના સભ્યોની હાજરીમાં પાઇપીંગ અપ કાર્યક્રમનું તેમના ચેમ્બરમાં આયોજન કરવામાં આવેલ. 


પોલીસ અધિક્ષક સરોજ કુમારીનાઓ દ્વારા પો.સ.ઇ.માંથી પો.ઇન્સ તરીકે બઢતી મેળવેલ એન.ડી.પરમારનાઓને તથા તેમના પરિવારજનોને અભિનંદન આપી તેમની કામગીરી બિરદાવી પુષ્પગુચ્છથી વધાવી આગળના ભવિષ્ય માટે પો.ઇન્સ એન.ડી.પરમારનાઓને શુભેચ્છા આપવામાં આવેલ હતી.

Reporter: admin

Related Post